PM Modi/ PM મોદી : એવું તે શું કર્યું કે વિપક્ષ અને ટિકાકારો કરી રહ્યા છે પ્રશંસા, JNUની પૂર્વ વિદ્યાર્થી પણ બની PM મોદીની ફેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત ભારત નહીં પરુંત વિશ્વભરમાં લોકપ્રિય રાજનેતા છે. PM મોદીની કામગીરીની પ્રશંસા સાથે અનેક લોકો ટિકા અને આક્ષેપો પણ કરતા રહ્યા છે. JNUની આ પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદ પીએમ મોદીના વખાણ કરતા થાકતી નથી.

Top Stories India
YouTube Thumbnail 2024 02 12T154742.889 PM મોદી : એવું તે શું કર્યું કે વિપક્ષ અને ટિકાકારો કરી રહ્યા છે પ્રશંસા, JNUની પૂર્વ વિદ્યાર્થી પણ બની PM મોદીની ફેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત ભારત નહીં પરુંત વિશ્વભરમાં લોકપ્રિય રાજનેતા છે. PM મોદીની કામગીરીની પ્રશંસા સાથે અનેક લોકો ટિકા અને આક્ષેપો પણ કરતા રહ્યા છે. અયોધ્યા રામ મંદિર બાદ ફરી એક વખત વિપક્ષની સાથે તમામ લોકો PM મોદીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. PM મોદીની હંમેશા ટિકા કરનાર JNUની એક પૂર્વ વિદ્યાર્થી તેમની ફેન બની છે. JNUની આ પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદ પીએમ મોદીના વખાણ કરતા થાકતી નથી.

JNUની વિદ્યાર્થીએ કરી પ્રશંસા

કતારમાંથી મુક્ત કરાયેલા ભારતના ભૂતપૂર્વ સૈનિકોને લઈને શેહલા રાશિદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી અને વિદેશમંત્રીને અભિનંદન પાઠવ્યા. JNUની આ પૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદે લખ્યું કે ભારતની આ સૌથી મોટી રાજદ્વારી જીત છે. નોંધનીય છે કે JNUની આ પૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ હંમેશા પીએમ મોદી અને ભાજપને લઈને વિવાદાસ્પદ નિવેદનોના કારણે સમાચારમાં રહે છે. જોકે કતારમાં મૃત્યુદંડ આપેલા ભારતીય પૂર્વ સૈનિકોને મુક્તિ મળવા મામલાને ભારતની મોટી જીત માનવામાં આવે છે.

Capture 2 PM મોદી : એવું તે શું કર્યું કે વિપક્ષ અને ટિકાકારો કરી રહ્યા છે પ્રશંસા, JNUની પૂર્વ વિદ્યાર્થી પણ બની PM મોદીની ફેન

ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “મૃત્યુની સજાથી લઈને ઘર વાપસી સુધી, આ ભારત માટે એક મોટી રાજદ્વારી જીત છે.” તેમણે કહ્યું કે આ જીત એ હકીકતનો પુરાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકરના નેતૃત્વમાં આપણી વિદેશ નીતિ સક્ષમ હાથમાં છે, જેમણે ફરી એકવાર અશક્યને શક્ય બનાવ્યું છે. તમામ પરિવારોને અભિનંદન.

શું છે કતાર અને ભારતીય સૈનિકોનો મામલો

કતારની કોર્ટે ગયા વર્ષે 27 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ નિર્ણયથી ભારતને ભારે આશ્ચર્ય થયું હતું. તેમણે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો. જો કે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. આશ્ચર્યની વાત એ હતી કે કતાર સાથે ભારતના સંબંધો સારા હોવા છતાં પણ આઠ ભારતીયોને મોતની સજા ફટકારી હતી.  કતાર દ્વારા મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓ પર જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા બાદ ભારતની વિનંતી પર આજીવન કેદની સજા આપવામાં આવી હતી.

Explained: કતારમાં 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને મોતની સજા સંભળાવાઈ તે કેસ શું  છે? | Qatar ma 8 bharatiy poorv sainiko ne mot ni saja sambhlavai te case  shu chhe

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓમાં 1) કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, 2) કમાન્ડર સુગુણાકર પાકલા, 3) કમાન્ડર અમિત નાગપાલ, 4) કમાન્ડર સંજીવ ગુપ્તા, 5) કેપ્ટન નવતેજ સિંહ ગિલ, 6) કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, 7) કેપ્ટન સૌરભ વશિષ્ઠ અને 8) નાવિક રાગેશ ગોપકુમારનો સમાવેશ થાય છે. આ તમામ 8 સૈનિકો છે જેમને કતારમાં મૃત્યુ દંડની સજા આપવામાં આવી હતી. આ આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ દહારા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરતા હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કતારના મરીનને તાલીમ આપી રહ્યા હતા. આ કંપની મરીનને તાલીમ આપવા માટે કતારના સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહી હતી. આ કંપની રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ-અજમીની માલિકીની છે. ગયા વર્ષે ભારતીયોની સાથે અજામીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બર 2022માં તેને છોડી દેવામાં આવ્યો હતો. મે મહિનામાં, દહરાએ દોહામાં તેની કામગીરી બંધ કરી દીધી અને ત્યાં કામ કરતા તમામ લોકો (મુખ્યત્વે ભારતીયો) ઘરે પાછા ફર્યા.

કતારની જેલમાંથી મુક્ત કરાયેલા 8 નૌકાદળના પૂર્વ સૈનિકો કોણ છે? ભારતની  રાજદ્વારી જીતની ચારે તરફ ચર્ચા | Who are the 8 Indian Navy Veterans  released by Qatar Jail? India's ...

25 માર્ચે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના સૈનિકો સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને કતારના કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. તેમની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગયા વર્ષે કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે તેની સામે ચુકાદો આપ્યો હતો.

Capture 1 1 PM મોદી : એવું તે શું કર્યું કે વિપક્ષ અને ટિકાકારો કરી રહ્યા છે પ્રશંસા, JNUની પૂર્વ વિદ્યાર્થી પણ બની PM મોદીની ફેન

પીએમ મોદી અને કતારનો માન્યો આભાર
કતાર દ્વારા મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓ જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. અગાઉ, ભારતની વિનંતી પર મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. ભારત પરત ફરેલા પૂર્વ નૌસેના અધિકારીઓમાંથી એકે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમની મુક્તિ શક્ય ન હોત. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તમામ પૂર્વ અધિકારીઓએ પીએમ મોદી અને કતારના અમીરનો પણ આભાર માન્યો હતો. અમે કતાર રાજ્યના અમીરના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ કે આ નાગરિકોની મુક્તિ અને સ્વદેશ પરત ફરી શકાય.’ ભારતના વિદેશ મંત્રાલયે કતારમાં અટકાયતમાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારી હતી. જો કે હાલ આઠમાંથી સાત સૈનિકો ભારત પરત ફર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ