વર્ચ્યૂઅલી કોન્ફરન્સ/ PM મોદી આજે રોજગારી મેળામાં 71 હજાર નિમણૂક પત્ર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે

Top Stories India
13 12 PM મોદી આજે રોજગારી મેળામાં 71 હજાર નિમણૂક પત્ર આપશે

આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે પીએમ મોદી આ ઉમેદવારોને પણ સંબોધિત કરશે.

અગાઉ 22 ઓક્ટોબર 2022ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પીએમ મોદીએ 10 લાખ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર યુવાનોને સંબોધિત કરતા કરી હતી.

45 જગ્યાએ નિમણૂક પત્રો આપવામાં આવશે

પીએમઓએ સોમવારે આયોજિત આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી કે જે લોકોને નોકરી મળી છે તે દેશભરમાંથી છે. દેશમાં 45 અલગ-અલગ જગ્યાએ આયોજિત એક કાર્યક્રમમાં આ લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. પીએમઓએ એ પણ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.