National Unity Day/ PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે

યુવાનો રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેશના દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સંબંધિત વિવિધ યોજનાઓમાં સક્રિયપણે ભાગ લેવાની તક મળે માટે ‘મેરા યુવા ભારત’ વેબસાઇટ શરૂ કરવામાં આવી

Top Stories Gujarat
YouTube Thumbnail 7 9 PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરના દિવસે સરદાર જયંતી પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે. પીએમ મોદી હાલ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ પર રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને દેશના પ્રથમ ગૃહમંત્રીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. આ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન ‘મેરા યુવા ભારત’ સંગઠનનું પણ લોકાર્પણ કરશે.

રાષ્ટ્રના ઘડવૈયા એવા દેશભક્ત સરદાર વલ્લભાઈ પટેલને લોખંડી પુરુષ પણ કહેવામાં આવે છે. આજે 31 ઓક્ટોબરના દિવસે તેમની જન્મજયંતી પર દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 580થી વધુ રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભાઈ પટેલને આજે પણ લોકો સલામ કરે છે. દેશ પ્રત્યેના તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે.  સરદાર પટેલની જન્મજયંતી પર સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે રન ફોર યુનિટિ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

પીએમ મોદીએ ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે ખેડૂતોના ઉત્કર્ષ માટે રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું  હતું.  મહેસાણામાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ લોકલ ફોર વોકલને પ્રાથમિકતા આપવા લોકોને અપીલ કરી. આ સાથે તેમણે પર્યટન અથવા તીર્થયાત્રા પર જાઓ ત્યાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનો ખરીદવાની વિનંતી કરી હતી. તેમજ કેટલાક પ્રદેશોમાં ત્યાંની કલાકૃતિઓને વૈશ્વિક સ્તરે નોંધ લેવાય માટે કારીગરોને પ્રોત્સાહન આપવા સરકારને વિનંતી કરી હતી. ઉપરાંત ગુજરાત સરકારને અનુરોધ કર્યો હતો કે જૂની ચીજ વસ્તુઓમાંથી નવી કલાકૃતિઓ બનાવતા લોકોને આમંત્રિત કરી એક સ્પર્ધા શરૂ કરવામાં આવે.

યુવાનો રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેશના દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સંબંધિત વિવિધ યોજનાઓમાં સક્રિયપણે ભાગ લેવાની તક મળે માટે ‘મેરા યુવા ભારત’ વેબસાઇટ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું. આ સાથે  યુવાનોએ MYBharat.Gov.In.. પર નોંધણી કરાવવા અપીલ કરી. તેમજ MYBharat ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે. સરકારનો મેરા યુવા ભારતનો મુખ્ય હેતુ યુવાઓના વિકાસ માટે સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેથી આ સંસ્થાની મદદથી ભારતના યુવાનો પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા સરકારના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી શકે.  ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની વર્ષગાંઠે સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સ્વાયત્ત સંસ્થા ટેક્નોલોજીની મદદથી યુવાઓના અને યુવાઓની આગેવાની હેઠળના વિકાસની દિશામાં કામ કરશે.


whatsapp ad White Font big size 2 4 PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે


આ પણ વાંચો : National Unity Day/ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવણી કેમ કરવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ

આ પણ વાંચો : Kerala/ કેરળમાં બોમ્બ બ્લાસ્ટ, પ્રાર્થના સભામાં ‘સુતલી બોમ્બ’થી કરવામાં આવ્યો હતો વિસ્ફોટ!

આ પણ વાંચો : Diwali 2023/ દિવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે દીવા, જાણો માટીના કોડિયાનું મહત્વ