પીએમ મોદી-વારાણસી/ રૂદ્રાક્ષ સેન્ટરમાં PM મોદી, થોડી વારમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 માર્ચ) વારાણસીના પ્રવાસે છે. PM Modi-Varansi વારાણસીમાં લગભગ પાંચ કલાકમાં કેટલાંક કાર્યક્રમોમાં ભાગ લેશે.

Top Stories India
PM Modi-Varansi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 માર્ચ) વારાણસીના પ્રવાસે છે. PM Modi-Varansi વારાણસીમાં લગભગ પાંચ કલાકમાં કેટલાંક કાર્યક્રમોમાં ભાગ લેશે. નિશ્ચિત કાર્યક્રમ હેઠળ પીએમ લગભગ સવારે દસ વાગ્યે લાલ વીર શાસ્ત્રી હવાઈ અડ્ડા પર વિમાન પર ઉતર્યા હતા અહીંથી હેલિકોપ્ટર દ્વારા પોલીસ લાઇન ગયા હતા. PM Modi-Varansi એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરનારાઓમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, સહ સંગઠન મંત્રી સુનિલ ઓઝા, સાંસદ મચ્છલીશહર બીપી સરોજ, કમિશનર કૌશલરાજ શર્મા, બ્રિગેડિયર રાજીવ નાગ્યાલ, 39 જીટીસી એર કોમોડોર અનુજ ગુપ્તા અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર હતા.

વારાણસી એરપોર્ટ પર મુખ્યમંત્રી PM Modi-Varansi યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેઓ રૂ. 87.17 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા કારખિયનવ પેક હાઉસ, સારનાથ સીએચસી સહિત 19 પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને રૂ. 1592.49 કરોડના ખર્ચે દેશની પ્રથમ જાહેર પરિવહન રોપવે સેવા સહિત નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ લગભગ દોઢ કલાક સ્થળ પર રોકાયા બાદ સર્કિટ હાઉસ આવશે. અહીં અડધા કલાકના રોકાણમાં તેઓ આ સંકુલમાં બનેલા છ રૂમ સ્યુટના નવા બ્લોકનું ઉદઘાટન કરશે.

તેમના સંસદીય મતવિસ્તારમાં પ્રસ્તાવિત PM Modi-Varansi અનેક પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન જોયા બાદ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેઓ પોલીસ લાઈનમાં જશે. હેલિકોપ્ટર દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચશે અને બપોરે 3 વાગ્યે નવી દિલ્હી જવા રવાના થશે. આરોગ્ય મંત્રાલય દ્વારા અહીં આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ટીબી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ છે.  આ કાર્યક્રમમાં એક કલાક રોકાયા બાદ વડાપ્રધાન મોદી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી પહોંચ્યા  ત્યાં, જાહેર સભા પહેલા, ખેલો બનારસના વિજેતાઓ પસંદગીના ખેલાડીઓ અને એક ડઝન લાભાર્થીઓ સાથે વાતચીત કરી.

 

આ પણ વાંચોઃ Pradeep Sarkar Death/ ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ હિન્ડનબર્ગ ઇફેક્ટ/ હિંડનબર્ગ રિપોર્ટ પછી ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સીએ ગણતરીના કલાકોમાં 52.6 કરોડ ડોલર ગુમાવ્યા

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી/ રાહુલની સજાના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે