મુલાકાત/ PM મોદી 26 મેના રોજ હૈદરાબાદ અને ચેન્નાઈ જશે, વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ

પીએમ મોદી ચેન્નાઈની મુલાકાત દરમિયાન અનેક રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રના નામે સમર્પિત કરશે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેના પર 21400 કરોડથી…

Top Stories India
પોસ્ટર

PM મોદીનો પ્રવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે જઈ રહ્યા છે. PM મોદી ચેન્નાઈમાં અનેક રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે 11 મોટી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, જેની કિંમત લગભગ 31400 કરોડ છે. આ તમામ પ્રોજેક્ટ રેલ કનેક્ટિવિટી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે. આ સિવાય પીએમ મોદી ચેન્નાઈની મુલાકાત દરમિયાન અનેક રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રના નામે સમર્પિત કરશે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેના પર 21400 કરોડથી વધુનો ખર્ચ થશે.

આ તમામ પ્રોજેકટ થકી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક પરિવર્તન થશે તેમજ લોકોની પ્રગતિ થશે. પીએમ મોદી 2900 કરોડથી વધુના ખર્ચના 5 પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાંથી 75 કિમી લાંબી મદુરાઈ-ટેની રેલ લાઈન છે. તે એક ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હતો જેને રૂ. 500 કરોડના ખર્ચે રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આ સાથે વડાપ્રધાન 590 કરોડના ખર્ચે બનેલ 30 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન તાંબરમ-ચંગલપટ્ટુનું ઉદ્ઘાટન કરશે. તેનાથી તમામ શહેરી સેવાઓનો વિસ્તાર થશે. આ સાથે વડાપ્રધાન મોદી તમિલનાડુમાં ગેસ પ્રોજેક્ટ અને વડાપ્રધાન આવાસમાંથી આયોજિત 1152 ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે.

ચેન્નાઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી 262 કિલોમીટર લાંબા બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરશે. જે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને જોડશે. આ સાથે વડાપ્રધાન બીજી ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવાના છે.

PMO દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર સાંજે લગભગ 5.45 વાગ્યે વડા પ્રધાન ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 11 પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા, કનેક્ટિવિટી વધારવા અને પ્રદેશમાં જીવન સરળ બનાવવા તરફના એક પગલા તરીકે જોવામાં આવે છે. આ પહેલા પીએમ મોદી બપોરે લગભગ 2 વાગ્યે ISB હૈદરાબાદના 20 વર્ષ પૂરા થવા પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પણ વાંચો: export/ ઘઉં પછી ખાંડની નિકાસ પર પ્રતિબંધની તૈયારીમાં ભારત, જાણો આ પાછળનું કારણ

આ પણ વાંચો: Controversial Speech/ મોદી-યોગી કાયમ નહીં રહે પછી કોણ બચાવશે? વિવાદોને લઈને ચર્ચામાં રહેતા ઓવૈસી

આ પણ વાંચો: Vaccine/ મંકીપોક્સ માટે રસીકરણ નહીં પરંતુ સલામત સેક્સ જરૂરી છે: WHO