ઈ-લોકાર્પણ/ PM મોદીની ગુજરાતને ભેટ, ઘણા પ્રોજેક્ટ્સનું કર્યું વર્ચુઅલ ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. આ સપનું સાકાર થઇ ચુક્યું છે.

Top Stories
A 270 PM મોદીની ગુજરાતને ભેટ, ઘણા પ્રોજેક્ટ્સનું કર્યું વર્ચુઅલ ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના વતન રાજ્ય ગુજરાતમાં છે. પીએમ મોદી અહીં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, આ સાથે તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. મળતી માહિતી મુજબ વડા પ્રધાન મોદી વડનગર રેલ્વે સ્ટેશનનું ડિજિટલ રૂપે ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ રેલ્વેના વિભાગીય રેલ્વે મેનેજર દીપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે વડનગર શહેર હેરિટેજ સર્કિટ હેઠળ આવે છે.તેથી, ત્યાંના રેલ્વે સ્ટેશનના બિલ્ડિંગને રૂ .8.5 કરોડના ખર્ચે હેરિટેજ દેખાવ આપવામાં આવ્યો છે. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. આ સપનું સાકાર થઇ ચુક્યું છે. ગાંધીનગરને મળી રહ્યું છે. રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન…! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટેલ. આજે 16 જુલાઈએ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકીના નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી તેમજ નેચર પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

આ શુભ અવસરે ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારત સરકારનાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ અને ભાજપનાં અનેક પદસ્થ નેતાઓ અને અન્ય લોકો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા.