Gujarat Election/ PM મોદીના માતાશ્રી હિરાબાએ રાયસણ શાળામાં કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હિરાબાએ રાયસણની  દયાબેન વાડીલાલ સ્કૂલમાં મતદાન કર્યું છે

Gujarat Gujarat Assembly Election 2022
Matashree Hiraba voted
  • PM મોદીનાં માતા હિરાબા મતદાન માટે પહોંચ્યા
  • રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કુલમાં પહોંચ્યા
  • મતદાન મથકે હીરાબા મતદાન માટે પહોંચ્યા
  •  હિરાબા રાયસણની શાળામાં મતદાન કર્યું

Matashree Hiraba voted :     ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હિરાબાએ રાયસણની  દયાબેન વાડીલાલ સ્કૂલમાં મતદાન કર્યું છે.જયારે આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની શાળામાં 9 કલાકે મતદાન કર્યું હતું  માતાશ્રી હિરાબા જૈફ વયે ઘરથી મતદાન મથકે જઇને મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.તે નિયમિત પણ લોકશાહિ પર્વમાં મતદાન કરવા જાય છે અને અચૂક મતદાન કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે . જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન ભારે ઉત્સાહ પૂર્વક ચાલી રહ્યું છે.

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.

પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે  રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. આ વખતે પણ મતદારો શું કરશે તે જોવાનું રહ્યું. પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે અને બુથ પર લઇ જવા માટે કમર કાર્યકરોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં મતદાન પૂરું થતાં જ ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર, વરિષ્ઠ

Gujarat Election/ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય પર હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર,ન ડરે હૈ ,ન ડરેગે,ડટ