Not Set/ PM નરેન્દ્ર મોદી સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સ્થળે પહોંચ્યા,બાંધકામની સમીક્ષા કરી

પીએમ મોદી લગભગ 8:45 વાગ્યે બાંધકામ સ્થળે ગયા. તેમણે સ્થળ પર લગભગ એક કલાક વિતાવ્યો અને બાંધકામની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

Top Stories India
માલૂીોત PM નરેન્દ્ર મોદી સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સ્થળે પહોંચ્યા,બાંધકામની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. પીએમ મોદી લગભગ 8:45 વાગ્યે બાંધકામ સ્થળે ગયા. તેમણે સ્થળ પર લગભગ એક કલાક વિતાવ્યો અને બાંધકામની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અંગે અગાઉથી કોઈને જાણ નહોતી આ દરમિયાન પીએમ મોદી બાંધકામ સ્થળ  પહોચીને કામકાજ  અંગે માહિતી લીધી અને કેવી રીતે કામ  થઇ રહયું છે તે પણ જાત તપાસ કરી હતી. પીએમએ  પહેરવાનું હેલ્મેટ પણ લગાવ્યું   હતું. રાજધાની દિલ્હીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવું સંસદ ભવન બનાવવામાં આવી રહ્યું છે.

ભૂતકાળમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધની પણ માંગ કરવામાં આવી હતી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, કોર્ટે સ્ટેની માંગણી ફગાવી દીધી હતી.