Not Set/ બંગાળ હિંસા પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, પરિણામ બાદ હિંસા પર બોલ્યા રાજ્યપાલ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદથી રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી રાજ્યમાં આગજની અને હિંસાના અહેવાલો મળી રહ્યા છે.

Top Stories India
A 47 બંગાળ હિંસા પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, પરિણામ બાદ હિંસા પર બોલ્યા રાજ્યપાલ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદથી રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી રાજ્યમાં આગજની અને હિંસાના અહેવાલો મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેના ઘણા કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. મંગળવારે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો છે. ધનખડે કહ્યું કે પીએમ મોદીએ ફોન કરીને બંગાળમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

https://twitter.com/jdhankhar1/status/1389496563916025857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1389496563916025857%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia-news%2Fbengal-governor-jagdeep-dhankhar-pm-modi-expressed-concern-on-law-and-order-situation-on-post-poll-violence-2427770

એક ટવીટમાં તેમણે મમતા બેનર્જીને ટ્વીટ કરીને કહ્યું, ‘વડા પ્રધાને કોલ કર્યો અને રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. હું રાજ્યમાં થઈ રહેલી હિંસા, આગજની, લૂંટફાટ અને હત્યા અંગે વડા પ્રધાન કાર્યાલયની ચિંતા શેર કરું છું. રાજ્યમાં તંત્રના અમલીકરણ માટે ઝડપી પ્રયાસ કરવા જોઈએ.

પશ્ચિમ બંગાળના પરિણામો બાદ હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ભાજપના એક નેતાએ હિંસાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી છે, ગૌરવ ભાટિયાની અરજીમાં કહ્યું છે કે ‘બંગાળમાં મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, ભાજપના કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની હત્યા કરવામાં આવી છે, તેથી સીબીઆઈ સમક્ષ કરવામાં આવેલી હિંસાની તપાસ થવી જોઈએ.

kalmukho str 1 બંગાળ હિંસા પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, પરિણામ બાદ હિંસા પર બોલ્યા રાજ્યપાલ