Not Set/ પ્રધાનમંત્રી મોદી બોલ્યા ત્રિપુરાને HIRAની જરૂરત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ ચુંટણી પ્રચારની શરૂઆત કરી છે. ત્રિપુરા ચુંટણી ભાષણમાં મોદીએ કોંગ્રેસ સરકાર ઉપર રાજનેતિક હુમલો કર્યો હતો, મોદી એ કહ્યું કે ત્રિપુરાએ ખોટો માણેક પહેરી લીધો છે અને જ્યાં સુંધી આ ખોટો માણેક નહિ ઉતારે ત્યાં સુંધી ત્રિપુરાનું ભવિષ્ય નહિ બદલાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના સોનામુરામાં ચૂંટણીની રેલીને સંબોધી હતી. આ […]

Top Stories
433374fe 0ca2 11e8 ba67 a8387f729390 પ્રધાનમંત્રી મોદી બોલ્યા ત્રિપુરાને HIRAની જરૂરત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ ચુંટણી પ્રચારની શરૂઆત કરી છે. ત્રિપુરા ચુંટણી ભાષણમાં મોદીએ કોંગ્રેસ સરકાર ઉપર રાજનેતિક હુમલો કર્યો હતો, મોદી એ કહ્યું કે ત્રિપુરાએ ખોટો માણેક પહેરી લીધો છે અને જ્યાં સુંધી આ ખોટો માણેક નહિ ઉતારે ત્યાં સુંધી ત્રિપુરાનું ભવિષ્ય નહિ બદલાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના સોનામુરામાં ચૂંટણીની રેલીને સંબોધી હતી. આ રેલીમાં મોદીએ જણાવ્યુ હતુ કે ડાબેરીઓ ત્રિપુરામાં 25 વર્ષથી બેઠા છે, પણ અહીંના લોકોને હજી સુધી મિનિમમ વેજીસ પણ મળતું નથી.

મોદીએ કહ્યું કે ત્રિપુરામાં હવે વિકાસ કરવાનો સમય આવી ગયો છે. બીજેપીએ ગરીબો માટે કામ કરવાનું વચન આપ્યું છે. ત્રિપુરામાં હવે HIRAની જરૂરત છે. મોદીએ HIRAનો મતલબ બતાવતા કહ્યું કે, H-હાઈવે, I આઈ-વે, R- રોડ, A- એરવેયની ત્રિપુરાને જરૂરત છે. આ સિવાય મોદીએ Tનો મતલબ સમજાયો હતો. T- ટ્રેન્ડ, ટુરિઝમ,અને યુથની ટ્રેનીગ પણ શામેલ છે.

ત્રિપુરામાં 15-20 વર્ષથી કામ કરનાર સરકાર જે કહે તેમ કરનાર લોકોને પણ તેમના હકના પૈસા નથી મળતા. શું આ અપરાધ નથી? તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મોદી ત્રિપુરામાં સોનામુરા પછી કૈલાશહરમાં પણ રેલીને સંબોધવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા બે જિલ્લાઓ સિપાહીજાલા અને ઉનાકોટિમાં ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ કરી દેવામાં આવી છે. મોદીએ કહ્યું કે ત્રિપુરાને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇ જવાનું છે.