T20 World Cup/ વિરાટ કોહલીની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ટીમ ઈન્ડિયાને મળેલી હારથી ગુસ્સામાં આવેલા એક ચાહકે વિરાટ કોહલીની દીકરી સાથે દુષ્કર્મની ધમકી આપી હતી. જેને લઇને તાજેતરમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Sports
કોહલીની દીકરી રેપની ધમકી

T20 વર્લ્ડકપમાં સતત બે હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. જો કે તે પછીની ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી પરંતુ પોઈન્ટ ટેબલમાં 5 જીત સાથે પાકિસ્તાન અને 4 જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રુપ-B માં ટોપ પર રહી હતી. હાર અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા બાદ ફેન ઘણા નારાજ થઇ ગયા છે. આ ગુસ્સો કેપ્ટન કોહલીનાં પરિવારને પણ સહન કરવો પડ્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાશે ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ, જાણો કઇ ટીમનો રહ્યો છે દબદબો

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાને મળેલી હારથી ગુસ્સામાં આવેલા એક ચાહકે વિરાટ કોહલીની દીકરી સાથે દુષ્કર્મની ધમકી આપી હતી. જેને લઇને તાજેતરમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની દીકરી વામિકાને દુષ્કર્મની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર આરોપીનું નામ રામનાગેશ અલિબથિની (23) છે. આ વ્યક્તિની પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી છે. રામનાગેશ અલિબથિનીની મુંબઈની સાયબર સેલ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી રામનાગેશ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. અગાઉ તે ફૂડ ડિલિવરી એપ્સ માટે સોફ્ટવેર બનાવતો હતો. જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધની હાર બાદ વિરાટ કોહલી અને તેના પરિવારને ધમકીઓ મળી હતી. કોહલીની દીકરી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માને ટ્વિટર એકાઉન્ટ પરથી દુષ્કર્મની ધમકી મળી છે. જે એકાઉન્ટ પરથી ધમકીભર્યું ટ્વીટ કરવામાં આવ્યું હતું તે એકાઉન્ટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – T20 World Cup / શું Captaincy છોડ્યા બાદ સન્યાસ લઇ રહ્યો છે વિરાટ કોહલી?

માત્ર કોહલી જ નહીં ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ફેન્સનાં નિશાના પર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવામાં આવ્યું હતું. લોકોએ તેને ધર્મનાં આધારે નિશાન બનાવ્યો હતો. બાદમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શમીનાં સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ધર્મનાં આધારે કોઈ પર હુમલો કરવો એ સૌથી દયનીય બાબત છે. લોકો તેમની નિરાશાને બહાર કાઢે છે કારણ કે તેઓ સમજી શકતા નથી કે અમે શું કરીએ છીએ. આપને જણાવી દઈએ કે, ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ આ ગુસ્સાની શરૂઆત થઇ હતી. દિલ્હી મહિલા આયોગે વિરાટ કોહલીની દીકરીને સોશિયલ મીડિયા પર દુષ્કર્મની ધમકીઓ મળવાની નોંધ લીધી હતી. મહિલા આયોગ વતી પોલીસને નોટિસ મોકલવામાં આવી હતી. દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી હતી. માલીવાલે પોલીસને નોટિસ આપતા આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી. આ પછી આજે મુંબઈની સાયબર સેલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.