સુરત/ ટેક્સટાઈલ માર્કેટ ખોલાવાની વેપારીઓ ની માંગણી ફગાવતા પોલીસ કમિશનર

રાજ્યમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે  સરકાર પણ કેસોને કાબુ માં લેવા માટે  અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . કેસો વધતા  સરકાર દ્વ્રારા મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે .જેમના પગલે વ્યાપારીઓને હાલાકી ભોગવવી પડતી હોય છે.જેમાં  સુરત માં ધંધા રોજગાર બંધ હોય મંદી નો માહોલ ઉભો થતા ધંધા ચાલુ […]

Gujarat Surat
Untitled 124 ટેક્સટાઈલ માર્કેટ ખોલાવાની વેપારીઓ ની માંગણી ફગાવતા પોલીસ કમિશનર

રાજ્યમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે  સરકાર પણ કેસોને કાબુ માં લેવા માટે  અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . કેસો વધતા  સરકાર દ્વ્રારા મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે .જેમના પગલે વ્યાપારીઓને હાલાકી ભોગવવી પડતી હોય છે.જેમાં  સુરત માં ધંધા રોજગાર બંધ હોય મંદી નો માહોલ ઉભો થતા ધંધા ચાલુ કરવા દેવાની માટેની વિનંતી સાથે સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન અને પોલીસ કમિશનર વચ્ચે મળેલી બેઠક પૂર્ણ થઈ છે .જેમાં ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી છે.

ટેક્સટાઈલ માર્કેટ ખોલાવા સહિતની માગણી કરવામાં આવી હતી. જોકે, હાલની પરિસ્થિતિ જોતા માગને ફગાવી દેવામાં આવી છે જોકે, ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશને સહયોગ આપવાની બાંહેધરી આપી છે. સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ના વેપારીઓ નું કહેવું છે કે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને રૂ. 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન થયું છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો હોવાથી થોડી છૂટછાટ આપવા સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી.

એસોસિએશનના હોદ્દેદારો મિની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં બેન્કિંગનું કામકાજ છે તેના માટે બે કલાક સુધી ઓફિસ ખોલવા દેવામાં આવે. વેલ્યુ એડીશન માટે છે તે માલનો સપ્લાય કરવામાં આવતો હોય છે તે પણ કરવામાં થોડી રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.હોદ્દેદારોએ પોલીસ કમિશનરની વાતને સ્વીકારીને સરકારે જાહેર કરેલી તારીખ સુધી સહયોગ આપવાની બાંહેધરી આપી છે. આમ મીની લોકડાઉન નો અમલ કરવા નક્કી થયું હતું.