Surat/ સુરતમાં PVS શર્મા સહિત બે વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પી.વી.એસ શર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે ITએ શર્માના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો.

Top Stories Gujarat Surat
a 140 સુરતમાં PVS શર્મા સહિત બે વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પી.વી.એસ શર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે ITએ શર્માના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી.

તેમના ન્યુઝ પેપરનું ખોટું સર્ક્યુલેશન બતાવીને જાહેરાતો મેળવવા આવું કરાયું હોવાનું ધ્યાન પર આવતા સુરત ITના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડૉ. પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં પી.વી.એસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120 (બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આઈટીના ઓફિસરે ફરિયાદમાં જણાવ્યું કે 2008-09 થી 21-10-20 સુધીમાં મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ના સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોનું છાપકામ માટેના રો-મટીરીયલ્સ ઓછા પ્રમાણમાં ખરીદ કરેલ હોવાનું જાણવા છતાં પોતાના વધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી કંપનીના લેજર બુકમાં બતાવી હતી.

આ ડોક્યુમેન્ટોને ખરા તરીકે ઉપયોગ કરી સત્યમ ટાઇમ્સ દૈનિક પેપરનું સર્ક્યુલેશન ઓછું હોવાનું જાણવા છતાં વધારે સર્ક્યુલેશન બતાવી ડાયરેક્ટરેટ ઓફ એડવટાઇસ્મેન્ટર એન્ડ વિઝયુઅલ પબ્લિસિટી(ડીએવીપી) અને અન્ય સરકારી એજન્સીઓ પાસેથી 70 લાખ તેમજ પ્રાઇવેટ એડવર્ટાઇઝીંગ કંપનીઓને પાસેથી 2 કરોડ મેળવ્યા હતા.