Junagadh News/ જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ તે બદલ હવે પોલીસ કેસ નોંધાયો છે. વિજય પ્રકાશ સ્વામીએ આ અંગે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમીનની લેતીદેતી માટે માર માર્યાની ફરિયાદ છે. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 01T155216.965 જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ

Junagadh News:  જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી (Vijay Prakash Swami) સાથે મારામારી થઈ તે બદલ હવે પોલીસ કેસ નોંધાયો છે. વિજય પ્રકાશ સ્વામીએ આ અંગે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમીનની લેતીદેતી માટે માર માર્યાની ફરિયાદ છે. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ફરિયાદમાં જસ્મીન માઢક, જય મોલિયા, પ્રકાશ વાઘ અને રામ આહિરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અજાણ્યાબે શખ્સોનો તેમણે ઉલ્લેખ કર્યો છે. ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તેની સાથે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ છે. વિજયપ્રકાશ સ્વામી જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે. તેમના પર સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. તેમને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.

તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઈએ.સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.

આ અંગે SIT ની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની  માંગ કરવામાં આવી છે.  તમેજ પદ પર રહેલા લોકો ને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવમાં આવી છે. ત્યારે આ મામલે કોર્ટે સ્ટે યથાવત રાખ્યો છે. હવે આ જમીન કૌભાંડ મામલે આગામી 26 જુને સુનાવણી કરવામાં આવનાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડામાં લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો મામલો

આ પણ વાંચો: કાફે, હોટલ અને બેકરીનું ખાવાના શોખીનો સાવધાન પફમાંથી નીકળ્યો વંદો !

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં લોકોને બચાવનાર અને નજરે જોનાર હીરો

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ચુડા કોર્ટમાં નિર્દોષ છૂટનાર પર વ્યકિત પર કરાયો સામૂહિક હુમલો