Valsad/ કોસંબા દરિયા કિનારે અલ-મદદ નામની બોટ આવતા પોલીસ થઈ દોડતી

વલસાડ ના કોસંબા દરિયા કિનારે એક અજાણી અલ – મદદ નામ ની બોટ (બાજ) આવતા આ વિસ્તાર માં તપાસ માટે વલસાડ પોલીસ ગણત્રી ની મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી.

Gujarat Others
a 261 કોસંબા દરિયા કિનારે અલ-મદદ નામની બોટ આવતા પોલીસ થઈ દોડતી

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, વલસાડ 

વલસાડ ના કોસંબા દરિયા કિનારે એક અજાણી અલ – મદદ નામ ની બોટ (બાજ) આવતા આ વિસ્તાર માં તપાસ માટે વલસાડ પોલીસ ગણત્રી ની મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી. આ ઘટના ને પગલે ગ્રામજનો પણ ભારે ચહપહલ થઈ હતી. જોકે તપાસ ના અંતે આ બોટ રેતી કાઢવા માટે આવી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આજરોજ મોડી સાંજે વલસાડ ના કોસંબા ખાતે દીવાદાંડી દરિયા કિનારે એક અજાણી અલ – મદદ નામની બોટ આવી હતી. અને આ અજાણી બોટ ને જોતા કોસંબા ગામ ના રેહવાશીઓ એ વલસાડ સી.ટી પોલીસ મથકે જાણ કરતા સી.ટી. પોલીસ ના પી. આઇ. એચ. જે. ભટ્ટ અને તેમની ટીમ ને લઇને સ્થળ પર રવાના થાય હતા.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા ની સૂચના મુજબ તપાસ કરી હતી. જેમાં મુંબઈ ની અલ – મદદ નામની બોટ દરિયા કિનારે થી મળી આવી હતી. જેમાં 5 વ્યક્તિઓ હતા. અને બોટ ના માલિક આરીફ કચ્છી ની આ બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું. કે તેઓ વલસાડ માં રેતી કાઢવા માટે આવ્યા હતા.

તેઓ પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન કોસંબા દરિયા કિનારે પાણી ઓછું હોવાથી બોટ તે જગ્યાએ અટકી જવાને લીધે તેમને બોટ ને તે જગ્યાએ લાંગરી હતી. પોલીસ તપાસ માં બોટ મલિક પાશે રેતી કાઢવા માટે ની મંજુરી ના કાગળો હતા. તેમજ બોટમાં સવાર અન્ય 4 વ્યક્તિઓ ના આઇ કાર્ડ ની તપાસ કરી હતી. જેમાં કોઈ પણ રીતનું સંકાસ્પદ નહી જાણતા રાહત નો શ્વાસ લીધો હતો. આ ઘટના માં ગ્રામજનો ની સજાક્તા અને પોલસ ની ઝડપી કામગીરી જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…