Crime/ ડોક્ટરના ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ રિવોલ્વરની ચોરી કરતા પોલીસની વધી ચિંતા

ડોક્ટર સૌમિલભાઈ ભીખાભાઈ પટેલનું ઈશ્વર શાંતિ ફાર્મ હાઉસ ભાટ વિસ્તારમાં આવેલ છે. તેમના ફાર્મ હાઉસમાંથી રિવોલ્વરની સાથે 50 નંગ કારતુસની પણ ચોરી થઈ.

Gandhinagar Gujarat
YouTube Thumbnail 2023 10 26T143822.617 ડોક્ટરના ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ રિવોલ્વરની ચોરી કરતા પોલીસની વધી ચિંતા

ગાંધીનગરમાં તસ્કરો બેલગામ બન્યા છે. ગાંધીનગરમાં સરકારી કચેરીઓ હોવાથી સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. છતાં તસ્કરોએ પોતાનો ઇરાદો પાર પાડી ડોક્ટરના ફાર્મહાઉસમાંથી લાઈસન્સવાળી રિવોલ્વરની ચોરી કરી. રિવોલ્વરની ચોરીની ગંભીરતાને પગલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી.

પોલીસ ફરિયાદ મુજબ ભાટ વિસ્તારમાં ઇશ્વર શાંતિ ફાર્મ હાઉસ આવેલ છે. જેના માલિક ડોક્ટર સૌમિલ ભીખાભાઈ પટેલ છે. સૌમિલ ભીખાભાઈ પટેલ તેમના માતા-પિતા અને પરિવાર સાથે નારણપુરા વિસ્તારમાં રંજન સોસાયટીમાં રહે છે. અને સુભાષબીજ ખાતે સચિ-વુમન્સ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પિતા ભીખાભાઈ ઇશ્વરભાઈ પટેલ પણ એક ગાયનેક ડોક્ટર તરીકે તેમની સાથે જ હોસ્પિટલમાં કામ કરે છે. ફરીયાદી સૌમિલભાઈ પોલીસને જણાવે છે કે તેમના પિતાએ 09-09-22ના રોજ સેટેલાઈટ અમદાવાદ ખાતેથી જી.એફ.ઓસન પાર્ક એરીસ એન્ટરપ્રાઈઝ-9 ખાતેથી આ રિવોલ્વરની ખરીદી કરી હતી.

ડોક્ટર સૌમિલભાઈના જણાવ્યા મુજબ મેઇડ ઇન ઇન્ડીયા મોડલની આ રિવોલ્વર ભાટ ફાર્મહાઉસમાં તિજોરીના લોકરમાં મુકી હતી.  અને આ તિજોરી ફાર્મહાઉસમાં તેમના પિતાના રૂમમાં છે. તિજોરીની ચાવી અને ફાર્મહાઉસની ચાવી તેમના પિતાજી ભીખાભાઈ પાસે રહેતી જ્યારે ફાર્મહાઉસના ઘરમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતા ચોકીદાર મોતીલાલ દેવાસી તથા તેમની પત્ની મેનાબેન પાસે ઘરની ચાવી રહેતી હતી. 25 ઓક્ટોબર બુધવારના રોજ ચોકીદારનો ફોન આવ્યો કે ફાર્મહાઉસમાં તિજરી તોડવાની ઘટના બની છે. જેના બાદ અમે તાત્કાલિક ફાર્મહાઉસ પંહોચ્યા જ્યાં ઘરમાં તમામ વસ્તુઓ વેર-વિખેર પડી હતી. આથી લાગ્યું કે ચોરો લૂંટના ઇરાદે ઘરમાં આવ્યા હતા. પરંતુ દાગીના અને રોકડ રકમ જેવું કંઇ હાથ ના લાગતા અંતે તિજોરીમાંથી રિવોલ્વર સાથે કારતૂસની પણ ચોરી કરી હોવાનું માલૂમ પડ્યું. રિવોલ્વર અને કારતૂસની ચોરી થતા અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ડોક્ટર સૌમિલભાઈ ભીખાભાઈ પટેલનું ઈશ્વર શાંતિ ફાર્મ હાઉસ ભાટ વિસ્તારમાં આવેલ છે. તેમના ફાર્મ હાઉસમાં રિવોલ્વરની સાથે 50 નંગ કારતુસ પણ હતા. ડો. ભીખાભાઇ પટેલનું ઇશ્વર શાંતિ ફાર્મ હાઉસ છે. અને ભીખાભાઈ અમદાવાદમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે. ડોક્ટરના ફાર્મહાઉસમાંથી જ લાઈસન્સવાળી રિવોલ્વરની ચોરી થતા પોલીસનું ટેન્શન વધ્યું છે. રિવોલ્વર ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા અડાલજ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 ડોક્ટરના ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ રિવોલ્વરની ચોરી કરતા પોલીસની વધી ચિંતા


આ પણ વાંચો : ST Employee/ પડતર પ્રશ્નોને લઈ એસટીના કર્મચારી આંદોલનના માર્ગે

આ પણ વાંચો : અવસાન/ પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન

આ પણ વાંચો : Illegal Entry/ ટ્રુડો-મોદી ભલેને ઝગડે, પણ અમેરિકામાં ઘૂસવા માટે કેનેડાનો રૂટ ગુજરાતીઓની પહેલી પસંદ