ભરૂચ/ ઝઘડિયાનાં રઝલવાડા ગામે વીજળી પડતાં પ્રવાસી શિક્ષકનું મોત

ખેતરે મોવડીના ઝાડ નીચે ઉભો હતો ને અચાનક વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વીજળી પડવાથી તેનું મોત થયુ

Gujarat Others
વીજળી

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે વીજળી પડતા પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતાં યુવાનનું મોત નીપજયું હતું. રઝલવાડા ગામે રહેતો બળવંતસિંહ વસાવા જે પોતાના ખેતરે મોવડીના ઝાડ નીચે ઉભો હતો ને અચાનક વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વીજળી પડવાથી તેનું મોત થયુ હતું.

ઝઘડીયા તાલુકાના રઝલવાડા ગામનો બળવંતસિંહ સુરજનભાઇ વસાવા ઉ.વ.૩૧ ખેતરે ગયો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવતાં બળવંતસિંહ વસાવા તે ખેતર પરનાં મોવડીના ઝાંડ નીચે ઉભો રહેતાં કડાકા ભડાકા સાથે વિજળીઑનો ચમકારો થતાની સાથે તે વખતે તેના પર વીજળી પડી હતી. આ ઘટનાની જાણ અશોકભાઇ ચંપકભાઇ વસાવા રહે.રઝલવાડાનાઓને બનાવની ખબર પડતા તે ખેતરે દોડી ગયા હતા.  ખેતરે બળવંતસિંહ બેહોશ પડેલી હાલતમાં જમીન પર પડેલી હાલતમાં જોતા આકસ્મિક વીજળી પડવાથી તેના માથા પર પહેરેલી ટોપી બળી ગઇ હતી.અને માથાના ભાગે નિશાન જણાતા હતા.  ત્યારબાદ સારવાર માટે ૧૦૮ ને બોલાવતા ડોકટરે કહ્યુ હતુ કે નશો ચાલતી નથી. તેથી અવિધા ખાતે આવેલ  દવાખાને લઇ ગયા હતા. ત્યાનાં ડોક્ટરે તપાસ કરતાં  વીજળી પડવાથી આ ઇસમનું મોત થયું હતું.  આ બનાવની અશોકભાઈ વસાવા રહે.રઝલવાડા એ રાજપારડી પોલીસ મથકે જાણ કરતા રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોચી આગળની કાયૅવાહી આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે માંગરોળ નાગદા વિસ્તારમાં વીજળી પડી હતી અને મસ્જીદનાં નુરના મિનારા પર પડતા છતના ટુકડા થયા હતા.

આ પણ વાંચો : ચીમન પટેલે “પંચવટી કાંડ” કરીને ઘનશ્યામ ઓઝાની સરકાર ઉથલાવી હતી