સુરેન્દ્રનગર/ 2021 ની ચૂંટણીઓમાં સમરસ ગ્રામ પંચાયત ની સંખ્યામા આ વખતે ઘટાડો થશે…

સુરેન્દ્રનગર જિલ્લામાં 19 મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે પ્રથમ તબક્કામાં ૧૯મી ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે

Gujarat
Untitled 6 2 2021 ની ચૂંટણીઓમાં સમરસ ગ્રામ પંચાયત ની સંખ્યામા આ વખતે ઘટાડો થશે...

સુરેન્દ્રનગર જિલ્લામાં 497 ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૯મી ડિસેમ્બરે યોજાશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 497 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના ફોર્મ ભરવાની શરૂઆત પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ ચૂકી છે તેવા સંજોગોમાં ગામડાઓનો જે વિકાસ થવો જોઈએ તે છેલ્લા કેટલાક વર્ષોમાં થયો અને તે તેને લઈને ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગામડાઓની મુલાકાત બાદ ગત વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થશે તેવું લાગી રહ્યું છે.

ત્યારે  તાજેતરમાં ચૂંટણીપંચ દ્વારા સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે જેમાં ૧૯મી ડિસેમ્બરે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની પણ 497 ગ્રામ પંચાયતોની ચૂંટણી તારીખ 19 નવેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડાઓ હજુ વિકાસથી વંચિત છે.

કરોડો રૂપિયા સરકારની ગ્રાંટ ફાળવી હોવા છતાં પણ વિકાસના કામોના થયા હોવાનું ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના ગામડા ની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા પ્રાથમિક સુવિધાના કામો ન કર્યા હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે ગામમાં ખાસ કરી ગંદકી રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે સરપંચ દ્વારા કોઈપણ પ્રકારના વિકાસના કામો ગામમાં કરાયા ન હોવાનું મુલાકાત દરમિયાન ગામડાઓના ગ્રામજનોએ જણાવ્યું હતું.

ગામડાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામો હજુ પણ અધૂરા છે ત્યારે ગામમાં પસાર થતાં સમયે છેવાડે આવેલા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે અમે સરપંચને અવાર નવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પ્રકારનું સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી ત્યારે આગામી ચૂંટણીમાં આવનાર સરપંચ ગામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ કરે અને ગ્રામજનોને હાલાકી ન પડે તેવા વિકાસના કામો હાથ ધરે તેવી માગણી લટુડા ગામ ના લોકો એ જણાવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઇ રહી છે તેવા સંજોગોમાં ફોર્મ ભરવાની શરૂઆત હાલમાં થઈ ચૂકી છે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રંગ જામશે કારણ કે ચાલુ વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત નો ઘટાડો થશે ગામડાઓના છે વિકાસ થવા જોઈએ તેટલા થવા પામ્યા નથી અને સરપંચની પણ તેમના કાર્યપદ્ધતિ તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થશે અને એક ગામમાંથી ત્રણથી ચાર લોકો સરપંચ અને સભ્ય બનવા માટે ફોર્મ ભરી રહ્યા છે તેને લઈને આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છે તેવું હાલમાં વર્તાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 19 મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે પ્રથમ તબક્કામાં ૧૯મી ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે અને ૨૧મી ડિસેમ્બરે પરિણામો પણ જાહેર કરવામાં આવશે તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ત્રણ દિવસમાં 191 સરપંચ બનવા તથા 421 સભ્ય બનવા માટે દાવેદારી ઉમેદવારો દ્વારા નોંધાવવામાં આવી છે.