Not Set/ ચાર મહિના પછી નવા વર્ષે ઓફીસ આવ્યા ગોવાના સીએમ મનોહર પર્રિકર, લાગી રહ્યા છે અસ્વસ્થ

ગોવાના સીએમ  મનોહર પર્રિકર ચાર મહિના પછી નવું વર્ષ નિમિત્તે સચિવાલય પહોચ્યા હતા. મંગળવારે મનોહર પર્રિકર પોતાની ઓફીસ પહોચ્યા અને તેમના કેબીનેટ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. સીએમ મનોહર પર્રિકર જયારે સચિવાલય પહોચ્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સર સામે લડી રહ્યા છે. સીએમ […]

Top Stories India Trending Politics
anohr ચાર મહિના પછી નવા વર્ષે ઓફીસ આવ્યા ગોવાના સીએમ મનોહર પર્રિકર, લાગી રહ્યા છે અસ્વસ્થ

ગોવાના સીએમ  મનોહર પર્રિકર ચાર મહિના પછી નવું વર્ષ નિમિત્તે સચિવાલય પહોચ્યા હતા. મંગળવારે મનોહર પર્રિકર પોતાની ઓફીસ પહોચ્યા અને તેમના કેબીનેટ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી.

સીએમ મનોહર પર્રિકર જયારે સચિવાલય પહોચ્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સર સામે લડી રહ્યા છે. સીએમ સચિવાલય પહોચ્યા ત્યારે ઘણા અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા અને તેમની નાકમાં દવા નાખનારી પાઈપ પણ લગાવેલી હતી.

તમને જણાવી દઈએ કે ગોવાના સીએમ સ્વાદુપિંડના કેન્સર સામે લડી રહ્યા છે. ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાથી તેમની સારવાર થઇ રહી છે. સારવાર દરમ્યાન તેઓ ઘણો સમય અમેરિકામાં રહ્યા હતા આથી ઘણા સમયથી કામકાજથી પણ દૂર છે.

૧૬ ડીસેમ્બરના રોજ સીએમ પ્રથમ વખત સાર્વજનિક રીતે બહાર આવ્યા હતા. એમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તેઓ ૧૪ ઓક્ટોમ્બરે ગોવા આવી ગયા હતા અને હાલ તેઓ પોતાના ઘરે છે.

ગોવાના સીએમની તબિયત સારી ન રહેવાથી કામકાજ પણ ઠપ રહેવાને કારણે વિપક્ષી પાર્ટીઓને અસંતોષ થઇ રહ્યો છે જેને લઈને તેમણે સીએમના રાજીનામાંની પણ માંગ કરી હતી. બોમ્બે હાઇકોર્ટની પણજી બેંચ દ્વારા આ મામલાને રાઈટ ટુ પ્રાઇવેસી કહેવામાં આવ્યું હતું અને જણાવ્યું કે કોઈના ખરાબ સ્વાસ્થ્યને લીધે પદ પરથી હટાવી દેવું એ યોગ્ય બાબત નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સતત પર્રિકરના સંપર્કમાં છે.