Not Set/ પુણે હિંસા અંગે રાજકારણ રમાઈ રહ્યું છે, લોકોએ શાંતિથી કામ લેવુ જાઈએ : રામદાસ આઠવલે

પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ સમ્રગ મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી છે. આ મુદ્દાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા એકબીજા પર લગાવવામાં આવતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ભીમા-કોરેગાંવ હિંસા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, “આ હિંસા મુદ્દે રાજકારણ રમાઈ રહ્યુ છે. સમાજમાં જાતિય હિંસાનો […]

India
download 4 1 પુણે હિંસા અંગે રાજકારણ રમાઈ રહ્યું છે, લોકોએ શાંતિથી કામ લેવુ જાઈએ : રામદાસ આઠવલે
પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ સમ્રગ મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી છે. આ મુદ્દાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા એકબીજા પર લગાવવામાં આવતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી હતી.
તેઓએ ભીમા-કોરેગાંવ હિંસા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, “આ હિંસા મુદ્દે રાજકારણ રમાઈ રહ્યુ છે. સમાજમાં જાતિય હિંસાનો ઉકેલ ક્રાંતિથી ક્યારેય નીકળવાનો નથી. તમામ લોકોએ શાંતિથી કામ લેવુ જાઈએ”.
સમય બદલાઈ રહ્યો છે. સમાજમાં જાતિય સમાનતા માટે સૌથી ઉત્તમ વિકલ્પ આંતર જાતીય લગ્ન છે.
આ હિંસા મામલે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતા આઠવલેએ જણાવ્યુ હતું કે, દલિતો પર અત્યાચારના નામે રાજકારણ ન રમો, સમાજમાં પરિવર્તન થઈ રહ્યુ છે. વૈંકેયા નાયડુની જ્ઞાતિ અલગ છે, મારી જ્ઞાતિ અલગ છે, પરંતુ અમે એકસાથે બેસીએ છીએ. એક સાથે જમીએ પણ છીએ.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, એક જમાનો હતો જ્યારે બાબાસાહેબ આંબેડકર પણ સ્કુલની અંદર જઈ શક્તા ન હતા. તેમણે સ્કુલની બહાર બેસી અભ્યાસ કર્યો હતો. પરંતુ આજે સમાજમાં મોટુ પરિવર્તન થયુ છે. સંસદીય લોકશાહીમાં વિજય મેળવવો હોય તો કોઈ એક જ્ઞાતિ કે ધર્મના આધારે વિજય નહીં મળી શકે. જાતિના નામે સંઘર્ષ ન થવો જાઈએ.  ગૌતમ બુદ્ધનો જન્મ ક્ષત્રિય સમાજમાં થયો હતો પરંતુ તેમણે માનવની કરુણા માટે કામ કર્યુ. જેથી આજે સમગ્ર દુનિયા તેમના વિચારોને સ્વીકારે છે.