Aravalli News : અરવલ્લીમાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં BZ ફાયનાન્સ કૌભાંડની વચ્ચે હવે અરવલ્લીમાં બે કંપનીઓનું ઉઠમણું થયું છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાની Om Tech અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું થયું હોવાનું સામે આવ્યું છે.
મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલી બે કંપનીઓ દ્વારા ઉઠમણું કરવામાં આવતા હવે રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાની શક્યતા છે. આ કંપની દ્વારા મહિનામાં 5 થી 22 ટકા સુધી વ્યાજ આપતા અને મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં BZ ફાયનાન્સ કૌભાંડમાં સંચાલકો પુરાવાનો નાશ કરીને ભૂગર્ભમાં ઉતર્યા છે. આ સાથે દુકાનોના શટરને કલર મારી બેનરોને ભૂસી દેવાયા છે. આ તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થયા બાદ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ તરફ હવે અરવલ્લી જિલ્લામાં 2 કંપનીઓનું ઉઠમણું થતાં હવે સવાલ થઈ રહ્યો છે કે, અરવલ્લી જિલ્લામાં આવી તે કેટલી પોન્ઝી સ્કીમ છે ?