karnataka election 2023/ કોંગ્રેસના શાસનમાં ઓછી વીજળીના કારણે વસ્તી વધી, કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રીનું વિવાસ્પદ નિવેદન

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન ઓછી વીજળી આપી હતી. વીજળી યોગ્ય રીતે ન આપી શકવાના કારણે કોંગ્રેસના શાસનમાં વસ્તી વધી. જો કે આ નિવેદન પર કોંગ્રેસ તરફ…

Top Stories India
Pralhad Joshi Statement

Pralhad Joshi Statement: કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થશે. આવી સ્થિતિમાં ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. જેને જોતા રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ “વિજય સંકલ્પ યાત્રા” હેઠળ હાસન જિલ્લાના જાવાગલ ખાતે એક વિશાળ રોડ શોમાં ભાગ લીધો હતો, જ્યાં લોકોને સંબોધિત કરતી વખતે તેમની જીભ લપસી ગઈ હતી.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન ઓછી વીજળી આપી હતી. વીજળી યોગ્ય રીતે ન આપી શકવાના કારણે કોંગ્રેસના શાસનમાં વસ્તી વધી. જો કે આ નિવેદન પર કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ, પ્રહલાદ જોશીએ ટ્વિટર પર કહ્યું કે પાર્ટી સંગઠન અને હાસન જિલ્લાના કાર્યકરોનો ઉત્સાહ ખરેખર કર્ણાટકમાં જીત માટેના અમારા સંકલ્પને મજબૂત કરે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે સર્વેક્ષણો દર્શાવે છે કે તેમની પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી 140થી વધુ બેઠકો મળવાનો અંદાજ છે. તેઓ ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અને મૈસુરના પૂર્વ મેયરને પાર્ટીમાં સામેલ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

જણાવી દઈએ કે ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા ત્રણ નેતાઓમાં ભૂતપૂર્વ કોલેગલ ધારાસભ્ય જી એન નંજુન્દાસસ્વામી અને બીજાપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય મનોહર આઈનાપુર અને મૈસૂરના ભૂતપૂર્વ મેયર પુરુષોતમનો સમાવેશ થાય છે. શિવકુમારે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ 2022ની ગુજરાત ચૂંટણીના પરિણામો પછી તરત જ કર્ણાટકમાં ચૂંટણી કરાવવા માંગે છે. લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ તાજેતરમાં ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની 40 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી. આ પછી વિરુપક્ષપ્પા પાંચ દિવસથી ફરાર હતો. પ્રશાંત મંડલને લોકાયુક્ત અધિકારીઓએ તેમની ઓફિસમાંથી લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. ભ્રષ્ટાચાર વિંગે ભાજપના ધારાસભ્યના કાર્યાલયમાંથી 1.7 કરોડ અને તેમના ઘરેથી 8 કરોડની વસૂલાત કરી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ મદલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: Dementia/ભારતમાં એક કરોડથી વધુ વૃદ્ધો ડેમેન્શિયાનો શિકાર હોઈ શકે

આ પણ વાંચો: Population/સદીના અંત સુધીમાં જનસંખ્યાનો વધારો થંભી જશે, કોઈ નવું બાળક નહીં જન્મે

આ પણ વાંચો: Stock market down/બજારમાં ફરી પાછો મંદીવાળાઓનો કબ્જોઃ સેન્સેક્સ 542 પોઇન્ટ ઘટી 60,000ની નીચે ઉતર્યો