હવામાન ખાતા/ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા, રાજય માં સારા વરસાદની સંભાવના

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સાયકલોનક સરકયુલેશન સિસ્ટમ નબળી પડી જવા પામી છે. આજથી નબળી પડી થવા પામી છે.

Gujarat Others
વરસાદ

છેલ્લા  થોડા દિવસ થી  રાજય ના અમુક વિસ્તારો માં  વરસાદી માહોલ  જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત વરસાદની વાર જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સાયકલોનીક સરકયુલેશનના કારણે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો  આ ઉપરાંત દરમિયાન આગામી સોમવારે ઉતર બંગાળની ખાડીમાં એક નવુ લો-પ્રેસર ઉદ્દભવશે જેની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં બુધવાર અને ગુરૂ વારે સાર્વત્રિત વરસાદ પડવાની આશા ઉભી થવા પામી છે.  આગામી ચાર દિવસ લોકલ ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે.

આ પણ વાંચો :લાખોટા તળાવ પાસે ટપોટપ 35 પક્ષીઓના મોત, મનપાનું તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સાયકલોનક સરકયુલેશન સિસ્ટમ નબળી પડી જવા પામી છે. આજથી નબળી પડી થવા પામી છે. આજથી વરસાદનું  જોર ઘટશે. આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કોઇ જ સંભાવના નથી. છતાં લોકલ ર્ફોમેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસવાનું શરુ થશે આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ઉતર બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર બની રહ્યું છે. જે ઉદભવ્યા બાદ ઉતર-પશ્ર્ચિમ તરફ મુવ કરશે જેની અસરના કારણે આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રિત વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

આ પણ વાંચો :કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન અપાશે