હવામાન/ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Top Stories Gujarat
જોકે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા પછી 15 માર્ચ ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

  • ગુજરાતમાં 7મી માર્ચે માવઠાની શક્યતા
  • કમોસમી વરસાદની આગાહી કરાઈ
  • શિયાળુ પાકને નુકસાનની ભીતિ
  • રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે

15 માર્ચ પછી ગરમીનો પારો 40 ડીગ્રી સુધી પહોંચવાની શકયતા –
વહેલી સવારથી અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનની અસર થી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જોકે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા પછી 15 માર્ચ ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

રાજ્યના 14 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો-
ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનના કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી વધુ નોંધાયો હતો. પણ ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળ ને બાદ કરતા બધા શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી થી નીચે નોંધાયો હતો. આવનારા ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધીને 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. પરંતુ 15 માર્ચે સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

મે મહિનામાં તાપમાનનો પારો ઉંચો રહેશે
આ વર્ષે ગુજરાત સહિત રાજ્યોમાં કડકડતી ઠંડી પડી હતી તેથી ઉનાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા દર્શાવાય છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.

Ukraine Crisis/ યુક્રેન તબાહીના 9 દિવસ, બરબાદીની નિશાનીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, કિવમાં છેલ્લી લડાઈની તૈયારીઓ

ભરૂચ/ ભારતીય ચલણી નોટો અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાસ