Amarnath Yatra 2024/ અમરનાથ યાત્રામાં આતંકી હુમલાની સંભાવના, પાકિસ્તાની જમ્મુમાં ઘૂસ્યાના દાવા પર સુરક્ષા એજન્સી એલર્ટ

અમરનાથ યાત્રાના આરંભ પહેલા જ શ્રદ્ધાળુઓ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. 29 જૂનથી શરૂ થનાર અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થઈ શકે છે.

Top Stories India
Beginners guide to 2024 06 24T141859.303 અમરનાથ યાત્રામાં આતંકી હુમલાની સંભાવના, પાકિસ્તાની જમ્મુમાં ઘૂસ્યાના દાવા પર સુરક્ષા એજન્સી એલર્ટ

અમરનાથ યાત્રાના આરંભ પહેલા જ શ્રદ્ધાળુઓ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. 29 જૂનથી શરૂ થનાર અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થઈ શકે છે. જમ્મુમાં 30થી વધુ આતંકીઓએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલથી ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. જણાવી દઈએ કે આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાની ગુપ્ત માહિતીના આધારે તંત્ર સાથે સુરક્ષા એજન્સીઓ પણ સાવધ થઈ છે. ગત મહિનામાં જ તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો કરાયો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા તો કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, પૂંછ અને કહુઆ સેકટરમાં 30થી વધુ પાકિસ્તાની આતંકીઓએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ છે. આ અહેવાલો બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં કામ કરતા આતંકીઓની શોધખોળ હાથ ધરી છે. કોઈપણ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ માલૂમ પડતા કાર્યવાહી હાથ ધરાશે. આતંકીઓને પકડવાનો પ્રયાસ કરતા 2-3 જૂથ બનાવવામાં આવ્યા છે ઉપરાંત સ્થાનિક સ્લિપર સેલને એલર્ટ કરતા વધુ માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે. સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા આતંકવાદ વિરોધી બ્રિગેડ વધુ મજબૂત કરી છે. જમ્મુમાં ગાઢ જંગલોના કારણે આતંકીઓને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે જો કે સ્થાનિક સ્લિપર સેલની મદદ લઈ વ્યૂહાત્મક અભિયાન હાથ ધર્યું છે. સૈન્યએ આ વિસ્તારની કિલ્લેબંધી કરતા 200થી વધુ બખ્તરબંધ જવાનોની ટુકડી તૈનાત કરી છે.

ભારતીય સૈન્યએ જમ્મુ-કાશ્મીરમાંથી ચીનમાં બનેલા ટેલિકોમ જેવા અત્યાધુનિક ઈકિવપમેન્ટ્સ જપ્ત કર્યા છે. અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રકારના ઈક્વિપમેન્ટસનો ઉપયોગ પાકિસ્તાની સૈન્ય કરતું હોવાથી આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાની શંકા છે, જે ચિંતાજનક બાબત કહેવાય. જપ્ત કરવામાં આવેલ અત્યાધુનિક ઈકિવપમેન્ટ્સ એ બાબતની સાબિતી આપે છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓને પોષે છે. અને પાકિસ્તાનના સૈન્ય તરફથી લોકોને તાલીમ, હથિયાર અને દારૂગોળો પૂરા પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમ્મુ તીર્થયાત્રીઓ પર કરેલ હુમલા બાદ આતંકવાદીઓ વધુ પ્રભાવ વધારવા અમરનાથ યાત્રાને નિશાન બનાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોઝિકોડને મળ્યું ‘સિટી ઓફ લિટરેચર’નું બિરૂદ, UNESCOએ કરી જાહેરાત

આ પણ વાંચો: 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, PM મોદી સહિત નવનિયુક્ત સાંસદ શપથ લેશે

આ પણ વાંચો: દારૂ પીધો, ખાવાનું ખાધું, પૈસા માંગ્યા તો હોટલ સંચાલક અને પાર્ટનરની કરી હત્યા