સાબરકાંઠા જીલ્લાના દરેક તાલુકાના ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં મકાઈ, તુવેર, અડદ, મગફળી, તલ, દિવેલા તેમજ સોયાબીનનુ 2 લાખ હેકટર કરતા વધુમાં વાવેતર કર્યુ હતું. પણ વધારે વરસાદ વરસતાં ખેડૂતો ખેતરમાં જઈ શક્યા ન હતા. જ્યારે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેડૂતો ખેતરોમાં જઈ શકે છે. ત્યારે ખેડબ્રહ્માના કૃષિ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.આર.પટેલે કહોવાયેલા છોડ, જીવાત પડી હોય, ફૂગ આવી હોય તેવા પાકને કેવા પ્રકારની દવાનો છંટકાવ કરવો અને પાકને બચાવવા માટે કઈ માવજત કરવી તેના વિશે માહિતી આપ હતી.

- વરસાદના વિરામ બાદ ખેડૂતો પહોંચ્યા ખેતરોમાં
- પાકને બગડતો અટકાવવા કૃષિ વૈજ્ઞાનિકે આપી માહિતી
- કહોવાયેલા પાકની માવજત માટે આપી માહિતી
- દવાનો છંટકાવ કરી છોડની કરી શકાશે માવજત
સાબરકાંઠા જીલ્લામાં મેઘરાજા અવિરત વરસ્યા છે અને જીલ્લાના તમામ જળાશયો,નદી,નાળાં, તળાવો અને ખેતરો છલકાઈ ગયા છે જયારે છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે. પણ વાવેતર કરેલ પાકની હવે પછી માવજત કરીને ચોમાસુ પાક મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે માહીતી આપી હતી.

સાબરકાંઠા જીલ્લાના દરેક તાલુકાના ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં મકાઈ, તુવેર, અડદ, મગફળી, તલ, દિવેલા તથા સોયાબીનનુ 2,22,386 હેકટરમાં વાવેતર કરેલ છે. પણ નસીબજોગે વધુ પ્રમાણમાં વરસાદ વરસતાં ખેડૂતો ખેતરમાં જઈ શક્યા ન હતા. જ્યારે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ઉઘાડ નીકળતાં ખેડૂતો પોતાના ખેતરોમાં જઈને પાકની કેવી રીતે માવજત કરવી કહોવાયેલ છોડ, કોઈ જીવાત પડી હોય, ફૂગ આવી હોય તેવા પાકને કેવા પ્રકારની દવાનો છંટકાવ કરવો અને પાકને બચાવવા માટે ની ટીપ્સ ખેડૂતોને આપતાં ખેડબ્રહ્માના કૃષિ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.આર.પટેલે જણાવ્યુ હતુ.
Weather/ આ વખતે 15 દિવસ વહેલી વિદાય લઈ શકે છે ચોમાસુ , ભારે વરસાદ, ઘણા રાજ્યોના પૂર, જાણો IMDની આગાહી
