- અમદાવાદઃ બાપુનગરમાં જમાઈએ કરી સાસુની હત્યા
- સસરા અને સાસુ પર છરીથી કર્યો હતો હુમલો
- પત્ની રિસાઈને બેસી હોવાથી કર્યો હુમલો
- પોલીસે આરોપીની કરી ધરપકડ
- 3 દિવસમાં અમદાવાદમાં 3 હત્યાના બનાવો
અમદાવાદમાં પણ સુરતની જેમ એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપી દિપુ વાહન ચોર છે અને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી દેતા સાથે જ વાહન ચોરીમાં પકડાતા પહેલી પત્ની પિયર જતી રહી હતી. દિપુ સાસરે ગયો અને બીજી પત્નીની સાથે તમારી દીકરીને પણ રાખીશ તેમ કહી સાસુ સસરા સાથે બબાલ કરી છરી મારી દીધી હતી. જેમાં સાસુનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં તાજેતરમાં એક જ અઠવાડિયામાં ચાર ચાર હત્યાના બનાવ બન્યા છે. હવેલીમાં અને રખિયાલમાં મોબાઈલ ચોરીની શંકા રાખી બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
આ પણ વાંચો :ભરૂચમાં મકાન ધરાશાયી થતાં ત્રણ બાળકના કરૂણ મોત, માતા-પિતા સારવાર હેઠળ
આ પણ વાંચો : પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ
આ પણ વાંચો :વલ્લભીપુરથી બરવાળા સુધીનો રોડ અતિ બિસ્માર, અકસ્માતોને લઈને લોકો થયા હેરાન
આ પણ વાંચો : સુરતનો આ યુવક પરિવારની સામે જ ગંગાના મોજામાં સમાઈ ગયો, લક્ષ્મણઝુલા નજીકના ઘાટ પર થયો અકસ્માત
