Not Set/ પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન પર કિનારો કરી રહી છે ભાજપ, જાણો શું કહે છે રાજનાથ સિંહ

ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવા પર પાર્ટીએ લોકસભામાં ગુરુવારે નિવેદનની નિંદા કરી અને તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હટાવવાની ભલામણ કરી. ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપ લોકસભાનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીની નિંદા કરે છે, પાર્ટી આવા નિવેદનોનું સમર્થન ક્યારેય કરતી નથી. નડ્ડાએ પણ સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી […]

Top Stories India
Rajnath Singh પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન પર કિનારો કરી રહી છે ભાજપ, જાણો શું કહે છે રાજનાથ સિંહ

ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવા પર પાર્ટીએ લોકસભામાં ગુરુવારે નિવેદનની નિંદા કરી અને તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હટાવવાની ભલામણ કરી. ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપ લોકસભાનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીની નિંદા કરે છે, પાર્ટી આવા નિવેદનોનું સમર્થન ક્યારેય કરતી નથી. નડ્ડાએ પણ સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી ઠાકુરને હટાવવાની ભલામણ કરી હતી. ઠાકુર સંસદ સત્ર દરમિયાન ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.

વળી રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું, “ગોડસેને દેશભક્ત માનતી વિચારધારા નિંદાજનક છે.” રાજનાથસિંહે કહ્યું કે નાથુરામ ગોડસેને દેશભક્ત માનવાના વિચારની પણ અમે નિંદા કરીએ છીએ. અમારી પૂરી પાર્ટી મહાત્મા ગાંધીનાં વિચારોને અનુસરે છે. અમે તેમને આદર્શ માનીએ છીએ. રાજનાથ બોલવા છતાં, વિપક્ષી સાંસદો તેમની માંગ પર અડગ રહ્યા અને તાત્કાલિક ગૃહની બહાર નીકળી ગયા હતા.

સાધ્વી પ્રજ્ઞા દ્વારા નાથુરામ ગોડસે વિશે આપેલા નિવેદનમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિપક્ષ સતત હુમલો કરી રહી છે. સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદનની ભાજપનાં કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાએ નિંદા કરી છે. આ સાથે, પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી પણ દૂર કરવામાં આવેલ છે. એટલું જ નહીં, સાધ્વી પ્રજ્ઞા આ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીની કોઈપણ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. જો સૂત્રોનું માનીએ તો, ભારતીય જનતા પાર્ટી સાધ્વી પ્રજ્ઞા પર મોટી કાર્યવાહી કરી શકે છે અને તેમને પાર્ટીમાંથી કાઠી પણ શકે છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે લોકસભામાં ચર્ચા દરમિયાન પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીનાં હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. જેના પર વિપક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.