Not Set/ દાઝેલું તેલ વાપરીને ફરસાણ વેચતી હતી આ દુકાન,આવી ગઈ સાંણસામાં

રાજકોટમાં બે દિવસથી આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજ વેચતી રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાને સપાટો બોલાવ્યો છે.આરોગ્ય વિભાગે બુધવારે શહેરની નામાંકિત હૉટલોમાં ચેકિંગ બાદ ગુરુવારે પણ શહેરની નામાંકિત ફરસાણ બનાવતી દુકાનોમાં આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક જગ્યાએ ફરસાણના વેપારીઓ એકનું એક તેલ  એનેક વાર વાપરી રહ્યાનું માલુમ પડ્યું હતું. રાજકોટ શહેરના […]

Gujarat Rajkot
Untitled 64 દાઝેલું તેલ વાપરીને ફરસાણ વેચતી હતી આ દુકાન,આવી ગઈ સાંણસામાં

રાજકોટમાં બે દિવસથી આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજ વેચતી રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાને સપાટો બોલાવ્યો છે.આરોગ્ય વિભાગે બુધવારે શહેરની નામાંકિત હૉટલોમાં ચેકિંગ બાદ ગુરુવારે પણ શહેરની નામાંકિત ફરસાણ બનાવતી દુકાનોમાં આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક જગ્યાએ ફરસાણના વેપારીઓ એકનું એક તેલ  એનેક વાર વાપરી રહ્યાનું માલુમ પડ્યું હતું.

રાજકોટ શહેરના રાજેશ્રી સિનેમા પાસે તેમજ લીમડા ચોક ત્રિકોણબાગ જેવા વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં ફરસાણ બળેલા તેલમાંથી બનાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.ફરસાણ બનાવવા માટે એકનું એક તેલ અનેક વાર વાપરવાથી શરીરને ઘણું નુકસાન થતું હોય છે.

આ ઉપરાંત દુકાનોમાં જે જગ્યાએ નમકીન કે તેની બનાવવાનો સામાન રાખવામાં આવ્યો હતો તે જગ્યા ખૂબ ગંદી હતી. તેમને વ્યવસ્થિત ઢાંકવામાં ન આવતા ઉપર માખીઓ બણબણતી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં હાથમાં આવેલા અખાદ્ય પદાર્થના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.