Not Set/ પ્રમોદ કુમારની ડીજીપી પદે સત્તાવાર નિમણૂક

આખરે રાજ્યના નવા ડીજીપી પદે પ્રમોદ કુમારની નિમણૂક કરવામાં આવી છે.આ અંગે પ્રમોદકુમારને ઈમેલ પણ મોકલી દેવાયો છે.જો કે આ પહેલા ડીજીપીનું પદ ખાલી પડતા તેમના સ્થાને થોડા કલાકો માટે મોહન ઝાને ઈન્ચાર્જ ડીજીપી બનાવાયા હતા.અને હવે પ્રમોદ કુમારની સત્તાવાર નિમણૂક થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે ડીજીપી તરીકે ગીથા જોહરીનો કાર્યકાળ ગુરુવારે પૂર્ણ થયો હતો.જો […]

Top Stories
pramod kumar IPS Officer પ્રમોદ કુમારની ડીજીપી પદે સત્તાવાર નિમણૂક

આખરે રાજ્યના નવા ડીજીપી પદે પ્રમોદ કુમારની નિમણૂક કરવામાં આવી છે.આ અંગે પ્રમોદકુમારને ઈમેલ પણ મોકલી દેવાયો છે.જો કે આ પહેલા ડીજીપીનું પદ ખાલી પડતા તેમના સ્થાને થોડા કલાકો માટે મોહન ઝાને ઈન્ચાર્જ ડીજીપી બનાવાયા હતા.અને હવે પ્રમોદ કુમારની સત્તાવાર નિમણૂક થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે ડીજીપી તરીકે ગીથા જોહરીનો કાર્યકાળ ગુરુવારે પૂર્ણ થયો હતો.જો કે આ પહેલા એવી શક્યતા હતી કે રાજ્ય સરકાર ગીથા જોહરીને એક્સટેન્શન આપી શકે છે.પરંતુ તેમને એક્સટેન્શન ન આપીને સરકારે પ્રમોદ કુમારની નિયુક્તિ કરી છે.મળતી માહિતી મુજબ સરકારે 3 અધિકારીઓના નામો ચૂંટણી પંચને મોકલ્યા હતા.જેમાંથી પ્રમોદકુમારના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે.પ્રમોદ કુમાર 3 મહિના સુધી ઈન્ચાર્જ DGP રહેશે.પ્રમોદ કુમાર 1983ની બેંચના IPS અધિકારી છે.