"પ્રતિભા"ની કસોટી..!/ કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર

ભાજપ સંસદીય બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરી છે.

Top Stories Ahmedabad Gujarat
નવા મેયર પ્રતિભા જૈન

Ahmedabad News: રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. આજે એટલે કે 9મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયર મળ્યા છે. પૂર્વ મેયર કિરીટ પરમારનો કાર્યકાળ 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે  પ્રતિભા જૈનની નિમણૂક કરાઈ છે.

અહીં જાણો નવા મેયર પ્રતિભા જૈન વિષે….

પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.

ભાજપ સંસદીય બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું સંપૂર્ણપણે નિભાવીશ. અમારા પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર, શહેરની સમૃદ્ધિ માટે કામ કરવામાં આવશે.

મેગા સિટી અમદાવાદ સહિત રાજ્યની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અધિકારીઓની પસંદગી અને ચૂંટણીની પ્રક્રિયા આજથી 16 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થશે. રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડે નામોને શોર્ટલિસ્ટ કરીને હાઈકમાન્ડને મોકલ્યા હતા, દિલ્હીથી હાઈકમાન્ડ દ્વારા આ અંતિમ પસંદગી કરવામાં આવી રહી છે.

અમદાવાદની નવી ટીમ સામે રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટો પડકાર રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો

  • મેયર- પ્રતિભા જૈન
  • ડેપ્યુટી મેયર- જતીન પટેલ
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન- દેવાંગ દાણી
  • શાસક પક્ષના નેતા- ગૌરાંગ પ્રજાપતિ

જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે. ગૌરાંગ પ્રજાપતિને સત્તાપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.

પદાધિકારીઓ-હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા આજથી 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે

મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યના આઠે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં તેમ જ અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ-હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા આજથી 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માત્ર નામો શોર્ટલિસ્ટ કરાયા છે, દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા આખરી પસંદગી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં અમદાવાદને મળી ચુક્યા છે 5 મહિલા મેયર

મ્યુનિના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદ મળી ચુકેલુ છે. 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલ મેયર પદ પર રહી ચુક્યુ છે. ગુજરાતની સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ પર કોન રહેશે તેના પર સૌની નજર છે.

નોંધનીય છે કે, મેયર અને ચેરમેન પદ મુદ્દે રાતથી જ ધમાસાણ શરૂ થઇ ગઇ હતી. છેલ્લી ઘડીએ અનેક મથામણો પણ ચાલી હતી. મોડી રાત સુધી નામો પર મહોર લાગી ન હતી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની પણ આજે જાહેરાત થશે. નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ પાસે બહુમતિ છે જેથી તેમના મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નિશ્ચિત હતા. શહેરના મહિલા મેયર તરીકે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ મોખરે ચર્ચામાં હતા. ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ બદલાય તેવી સંભાવના નહીવત માનવામાં આવી રહી હતી. જ્યારે વર્તમાન બે કમિટીઓના ચેરમેન કમ કોર્પોરેટરો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા હતા.

આ પણ વાંચો:પુત્રવધૂએ સસરાનો કાપ્યો પ્રાઈવેટ પાર્ટ સેક્સના બદલામાં લેતી હતી પૈસા

આ પણ વાંચો:પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો

આ પણ વાંચો:અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન

આ પણ વાંચો:આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી