રખડતા ઢોરનો આતંક/ વડોદરામાં ગાયની અડફેડનો ભોગ બની સગર્ભા મહિલા, ગર્ભમાં રહેલા શિશુનું મોત

ગાયે મનિષા નામની ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. જેને કારણે પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

Gujarat Vadodara
વડોદરામાં

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે આવામાં વડોદરામાં ગાયે સગર્ભા મહિલાને અડફેટે લેતાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે.શિશુ દુનિયામાં આવે તે પહેલા જ તેણે દમ તોડ્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, ગાયે મનિષા નામની ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. જેને કારણે પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.જ્યાં તબીબોએ તપાસ કરતાં બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું હતું.  તો બીજી તરફ, પરિવાર ડરી જતા પોલીસ ફરિયાદ કરવાનીના પાડી.

આ પણ વાંચો: ભાજપ મહિલાઓને ગુજરાતના તીર્થસ્થાનોની યાત્રા કરાવશે,36 અનામત બેઠકો પર મહિલા સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ

આ પણ વાંચો:ગણેશ પંડાલમાં જલસા પાર્ટી ભારે પડી,પોલીસે સાત લોકોની કરી ધરપકડ,વીડિયો વાયરલ થતા કાર્યવાહી

આ પણ વાંચો:માજી સૈનિકના મૃતદેહ સ્વીકારવા મુદ્દે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ભારે ખટરાગ,અંતે સમાધાન,પરિવારજનો મૃતદેહ