Interesting/ ગર્ભવતી મહિલા એકવાર ફરી થઇ પ્રેગ્નન્ટ, જાણો અનોખો કિસ્સો

દુનિયામાં ઘણી વાર તમને એવા ચમત્કાર સાંભળવા કે જોવા મળી જતા હોય છે કે જેના પર કોઇ જલ્દી વિશ્વાસ પણ કરી શકતુ નથી.

Trending
a 112 ગર્ભવતી મહિલા એકવાર ફરી થઇ પ્રેગ્નન્ટ, જાણો અનોખો કિસ્સો

દુનિયામાં ઘણી વાર તમને એવા ચમત્કાર સાંભળવા કે જોવા મળી જતા હોય છે કે જેના પર કોઇ જલ્દી વિશ્વાસ પણ કરી શકતુ નથી. સાંભળવામાં થોડુ અજીબ લાગશે પણ એક એવી ઘટના સામે આવી છે કે જે કોઇ ચમત્કારથી ઓછી નથી. જણાવી દઇએ કે, રેબેકા રોબર્ટ્સ અને તેના સાથી એક વર્ષથી વંધ્યત્વ સામે લડી રહ્યા હતા. હવે તેમને પ્રેગ્નન્સી ટેસ્ટ દરમિયાન સકારાત્મક પરિણામ મળ્યું, તેથી તે ખૂબ જ ખુશ થઈ ગયા. જો કે, જ્યારે ડોકટરોએ તેમને પહેલો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ આપ્યો, ત્યારે દંપતીએ તેમના બાળકને સોનોગ્રામ સ્ક્રીન પર જોયો.

a 113 ગર્ભવતી મહિલા એકવાર ફરી થઇ પ્રેગ્નન્ટ, જાણો અનોખો કિસ્સો

રાજકારણ / લો બોલો!! ઉન્નાવ દુષ્કર્મનાં દોષી કુલદીપસિંહ સેંગરની પત્નીને BJP એ આપી ટિકિટ

ઈંગ્લેન્ડનાં વિલ્ટશાયરમાં રહેતા 39 વર્ષીય રોબર્ટ્સે જણાવ્યું હતું કે, મને યાદ છે કે હું પહેલા જ સ્કેનથી આનંદિત થયો હતો, પરંતુ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટે 12 અઠવાડિયા પછી મને એક મોટો આંચકો આપ્યો. સોનોગ્રાફીનો આ રિપોર્ટથી દરેક  આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રૂમમાં પિન-ડ્રોપ મૌન હતું. તેણે કહ્યું, “મને લાગે છે કે કંઇક ભયંકર થયું છે. સોનોગ્રાફી કરનાર ડોક્ટરે મારી તરફ જોયું અને પૂછ્યું,” તમે જોડિયાની આશા રાખો છો? ” જો કે આ જોડિયાંનો લાક્ષણિક જૂથ નહોતો. મારી પત્નીની ગર્ભાવસ્થાને સુપરફેટેશન તરીકે નિદાન કરાયું હતું. આનો અર્થ એ છે કે જે સ્ત્રી પહેલેથી ગર્ભવતી છે તે બીજા બાળકને ધારણ કરે છે. પ્રસૂતિ નિષ્ણાત ડેવિડ વોકરે જણાવ્યું હતું કે રોબર્ટ્સની ગર્ભાવસ્થા એ તબીબી સાહિત્યમાં નોંધાયેલા કેટલાક સુપરફેટેશન કેસોમાંની એક છે.

a 114 ગર્ભવતી મહિલા એકવાર ફરી થઇ પ્રેગ્નન્ટ, જાણો અનોખો કિસ્સો

OMG! / રસી મુકાવવા પર રેસ્ટોરન્ટમાં મળશે મફત લંચ, બીયર, દારૂ અને ગાંજાની પણ ઓફર કરી રહી છે વિશ્વભરની કંપનીઓ…!

સુપરફેટેશન એટલું અસામાન્ય છે કે, વોકરે તેના નિદાન માટે સંઘર્ષ કર્યો. પ્રસૂતિ નિષ્ણાત તરીકેનાં તેના 25 વર્ષોમાં, તે એવું હતું કે જે તેણે પહેલાં ક્યારેય જોયું ન હોતુ. તેમણે કહ્યું, “અમે ચિંતિત હતા કારણ કે બીજો જોડિયા ઘણો નાનો હતો. તે ફક્ત નિયમિત સ્કેન દ્વારા જ દેખાતો હતો. તેનો વિકાસ દર સતત ત્રણ અઠવાડિયા પાછળ હતો. આપને જણવી દઇએ કે, તે સુપરફિટેશન હતુ.” આપને જણાવી દઈએ કે, મહિલાએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ