National Film Award/ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રદાન કરશે

દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જાણીતા ફિલ્મ અભિનેત્રી આશા પારેખને ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવશે

Top Stories Entertainment
5 50 રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રદાન કરશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રદાન કરશે.  દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જાણીતા ફિલ્મ અભિનેત્રી આશા પારેખને ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવશે. સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પુરસ્કાર સુહાગ કોંગરા દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ સોરારઇપોટરૂ ને આપવામાં આવશે.

 

 

જ્યારે ફિલ્મ તાનાજી અનસંગ વોરિયર માટે અજય દેવગણ અને સોરારઇપોટરૂ માટે સાઉથ સ્ટાર સુરિયાને બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ દેશના 130 કરોડ લોકોનું મનોરંજનનું સાધન છે. દરવર્ષે ભારતમાં હજારો ફિલ્મ બને છે જેમાં મનોરંજન સાથે સાથે સામાજીક સંદેશ પણ સામેલ હોય છે..