અભિભાષણ/ રાષ્ટ્રપતિ કોવિંદનું સંસદમાં અભિભાષણ – કહ્યું કે દિલ્હી હિંસા અને ત્રિરંગાનું અપમાન ખેદપૂર્ણ

શુક્રવારે એટલે કે આજે કોરોના વાયરસ રોગચાળા અને કડક પ્રોટોકોલ વચ્ચે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત કરીને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સંયુક્ત સત્રને સંબોધન

Top Stories India
ramnath kovind રાષ્ટ્રપતિ કોવિંદનું સંસદમાં અભિભાષણ - કહ્યું કે દિલ્હી હિંસા અને ત્રિરંગાનું અપમાન ખેદપૂર્ણ

શુક્રવારે એટલે કે આજે કોરોના વાયરસ રોગચાળા અને કડક પ્રોટોકોલ વચ્ચે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત કરીને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સંયુક્ત સત્રને સંબોધન કરતા તેમણે આગામી નાણાકીય વર્ષ માટે સરકારના આયોજન અને નીતિ વિઝન પર પ્રકાશ પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ સંબોધનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો અને તમામએ ભેગા મળી રાષ્ટ્રપતિનાં સંબોધનનો બહિષ્કાર પણ કર્યો હતો. સત્રની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને ગૃહનું ગૌરવ જાળવવા અને સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. હું આશા રાખું છું કે આ સત્ર સુધરે છે.

આપને જણાવી દઇએ કે, સંસદમાં બજેટસત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણથી શરૂઆત થયેલ સત્રમાં શરુઆતથી જ 19 વિપક્ષી દળો દ્વારા અભિભાષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ સત્ર બે ભાગમાં ચાલનારું  છે અને આગામી 8 એપ્રિલ સુધી સંસદનું બજેટ સત્ર અમલી રહેશે. બજેટ સત્રનું પ્રથમ ચરણ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બજેટ સત્રનો બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.  ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી કૃષિ કાયદાનો દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધને 19 વિપક્ષી દળો એકજૂટ થઇ ટેકો આપતા સંસદમાં શરૂઆતથી જ હોબાળાનાં એંધાણ જોવામાં આવી રહ્યા છે.

 રાષ્ટ્રપતિ કોવિંદ દ્રારા સંસદનાં બજેટ સત્રનાં પહેલા દિવસનાં પહેલા ભાગમાં અભિભાષણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોરોનાકાળમાં ભારતે ઘણાં સપૂત ગુમાવ્યા છે. કોરોનાનો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે. કોરોનાથી લઇ બર્ડ ફ્લૂ મુદ્દે ભારતીયોએ સામનો કર્યો છે. પડકાર ગમે તે હોય આપણે એકજૂટતાથી સામનો કર્યો છે. ભારતે અસંભવ લક્ષ્ય હાંસિલ કર્યુ છે. સરકારે તમામ લોકોની ચિંતા કરી છે. સરકારે ગરીબો માટે અનેક યોજના બનાવી છે. કપરાકાળમાં પણ 6 રાજ્યોમાં ગરીબ કલ્યાણ યોજના ચલાવી છે. કોરોનાકાળમાં કોઇ ભુખ્યું ના રહે તે સરકારની પ્રાથમિકતા હતી. તમામ સ્થિતિમાં દેશવાસીઓએ ધીરજ રાખીતે સરાહનીય છે.

રાષ્ટ્રપતિ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, વસુદેવ કુટંબકમ્ એટલે કે દુનિયાનું કલ્યાણએ આપણી પરંપરા છે. ભારત સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવે છે. કોરોના રસીથી ભારત આત્મનિર્ભર દેશ બન્યો છે. હાલ ઉપયોગમા લેવામાં આવતી બંને કોરોના રસી ભારતમાં બનેલી છે. ભારતે રસીકરણમાં વિશ્વનાં અનેક દેશોને પણ મદદ કરી છે. દેશમાં આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા આવી છે. સરકારે 22 નવા એઇમ્સને મંજૂરી આપી છે.

કૃષિ અને કૃષિ કાયદા વિશે વાત કરતા રાષ્ટ્રપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, ખેડૂતો માટે સરકારે બીજ થી માંડી બજાર સુધી સુધારા કર્યા છે. ગરીબોને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળ્યો છે. દેશ આયુર્વેદને આગળ વધારી રહ્યો છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. નવા 3 કૃષિકાયદાથી ખેડૂતોને લાભ થશે. ઇથોનોલ ખેડૂતોની આવક વધારવા સ્ત્રોત બન્યું છે. લોકોનું જીવન સુધરે તે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. 2022 સુધી દરેક ગરીબને ઘરે મળે તે સરકારનું લક્ષ્ય છે. નાના-સિમાંત ખેડૂતોની સરકારે ચિંતા કરી છે.

સાથે સાથે જ દિલ્હીમાંં ચાલી રહેલા કૃષિ આંદોલન અને ખાસ કરીને પ્રજાસત્તાક દિવસે થયેલ હોબાળા મામલે વાત કરતા રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે, ત્રિરંગો-ગણતંત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…