Not Set/ જાણીલો…..શું છે રાષ્ટ્રપતિ શાસન ? તેનો અમલ કેવી રીતે થાય છે ?

રાષ્ટ્રપતિ શાસન શું છે ? આપણે અનેક વાર સાંભળતા હોઇએ છીએ કે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું કે છે કે લાદવામાં આવ્યું વગેરે વગેર, પરંતુ શું છે હકીકતે રાષ્ટ્રપતિ શાસન ? ભારતમાં બંધારણમાં અનેક પ્રસંગોમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરવા માટેની સુવિઘા આપવામાં આવી છે. અહીં સરકારની રચના અને તેના સંદર્ભમા રાષ્ટ્રપતિ શાસન વિશેની ચર્ચા કરવામાં આવી રહી […]

Top Stories India
presidential rule.jpg1 જાણીલો.....શું છે રાષ્ટ્રપતિ શાસન ? તેનો અમલ કેવી રીતે થાય છે ?

રાષ્ટ્રપતિ શાસન શું છે ?

આપણે અનેક વાર સાંભળતા હોઇએ છીએ કે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું કે છે કે લાદવામાં આવ્યું વગેરે વગેર, પરંતુ શું છે હકીકતે રાષ્ટ્રપતિ શાસન ? ભારતમાં બંધારણમાં અનેક પ્રસંગોમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરવા માટેની સુવિઘા આપવામાં આવી છે. અહીં સરકારની રચના અને તેના સંદર્ભમા રાષ્ટ્રપતિ શાસન વિશેની ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે કોઇ પણ રાજ્યમાં લોકો દ્વાર ચૂંટવામાં આવેલ પ્રતિનીધીઓ કે પક્ષો બંધારણનાં નિયમો અનુસાર સરકારની રચના કરવામાં અસફળ રહે ત્ચારે રાજ્ય સરકારની અવેજમાં રાજ્યનાં કારોબારને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગું કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિનાં એકમ તરીકે સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્યનાં રાજ્યપાલ કરે છે.

સાદી ભાષામાં વાત કરવામાં આવે તો, રાષ્ટ્રપતિ શાસન એટલે ભારતના રાષ્ટ્રપતિ સીધુ જ કોઈ રાજ્યનું નિયંત્રણ કરે, તેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. રાજ્યપાલની પોસ્ટ બંઘારણીય પોસ્ટ છે અને તે પોતાની જવાબદેહી માટે સીઘા જ રાષ્ટ્રપતિ સાથે તેમની ફ્લેગશીપમાં કામ કરે છે.

રાષ્ટ્રપતિ શાસનનો અમલ કેવી રીતે થાય છે

પરંતુ વહીવટી દ્રષ્ટિકોણથી, કેન્દ્ર સરકાર આ માટે રાજ્યના રાજ્યપાલને કારોબારી અધિકાર આપે છે. બંધારણના અનુચ્છેદ 35૨, 356 અને 365માં રાષ્ટ્રપતિના શાસનને લગતી જોગવાઈઓ આપવામાં આવી છે.

આર્ટિકલ 356 મુજબ, રાજ્ય સરકાર બંધારણ મુજબ કાર્યરત નથી તે અંગે સંતુષ્ટ હોય તો રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.

આર્ટિકલ 365 મુજબ જો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી બંધારણીય સૂચનાઓનું પાલન નહીં કરે તો તે સ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.

આર્ટિકલ 352 હેઠળ આર્થિક કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રનાં કિસ્સામાં કયા આર્ટીકલ અંતરગત લાગાવાયુ રાષ્ટ્રપતિ શાસન

maharashtra 3 જાણીલો.....શું છે રાષ્ટ્રપતિ શાસન ? તેનો અમલ કેવી રીતે થાય છે ?

નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સહિતના કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હતો. જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી હતી. તે જ સમયે, ભાજપ અને શિવસેનાએ 50:50 ફોર્મ્યુલા પર જોડાણ બનાવ્યું હતું. ચૂંટણીના પરિણામો પછી, જ્યારે શિવસેના અઢી વર્ષ મુખ્ય પ્રધાન બનાવવા પર મક્કમ હતા, ત્યારે રાજકીય પરિસ્થિતિ કથળી રહી હતી. આ પછી, શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવવાની સંભાવનાની શોધ કરી, પરંતુ તે સફળ પણ નહોતી થઈ.

કોઇ પણ પક્ષ જ્યારે સરકારની રચનામાં સફળતા મેળવી શક્યો નથી ત્યારે મહારાષ્ટ્રમાં અનુચ્છેદ 356 અનુસાર (કલમ 356 મુજબ, રાજ્ય સરકાર બંધારણ મુજબ કાર્યરત નથી તે અંગે સંતુષ્ટ હોય તો રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે) કોઇ પણ સરકાર અસ્તિત્વમાં ન હોવાનાં કારણે રાજ્યનાં રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને સંતુષ્ટ કરાવામાં આવ્યા કે કોઇ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં ન હોવાથી રાષ્ટ્રપતિ જ માત્ર ઉપાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન