Not Set/ દેશમાં મોંઘવારીએ માજા મૂકી, ત્રાહિમામ છે નાગરિકો, આખરે ક્યારે ઘટશે કિંમત ?

પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ આસમાને, પ્રજા ફૂંકી ફૂંકીને વાપરી રહી છે પેટ્રોલ, દેશમાં પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડમાં આખરે પડ્યું ગાબડું

Top Stories Trending Business
રાજકોટ 17 દેશમાં મોંઘવારીએ માજા મૂકી, ત્રાહિમામ છે નાગરિકો, આખરે ક્યારે ઘટશે કિંમત ?

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકો હાલ લોકો મોંઘવારી સામે પરાણે જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યાં હવે ફેબ્રુઆરીમાં તેની સીધી અસર પહોંચી છે. દેશમાં એક મહિનામાં  પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9% ઘટીને 17.21 મિલિયન ટન થઇ ગયો છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ આસમાને

પ્રજા ફૂંકી ફૂંકીને વાપરી રહી છે પેટ્રોલ

દેશમાં પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડમાં આખરે પડ્યું ગાબડું

દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધી રહેલા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલ બંનેની ડિમાન્ડમાં ગાબડું પડ્યું છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9% ઘટીને 17.21 મિલિયન ટન થઇ ગયો છે.

પેટ્રોલિયન પેદાશોના વધેલા ભાવથી ઘટ્યો વપરાશ

ડીઝલનો વપરાશ 8.5 ટકા ઘટ્યો તો પેટ્રોલમાં 6.5 ટકા ઘટ

રાંધણ ગેસનો વપરાશમાં 7.6 ટકાનો વધારો

ડીઝલ દેશમાં સૌથી વધુ વપરાતું બળતણ છે. તેના વપરાશમાં 8.5%નું ગાબડું પડ્યું છે અને અત્યારે તેનો વપરાશ માસિક 6.55 મિલિયન ટન થઇ ગયો છે. બીજી તરફ પેટ્રોલનો વપરાશ 6.5% ઘટીને 2.4 મિલિયન ટન થઇ ગયો છે. નેપ્થાના વપરાશમાં ફેરફાર થયો નથી પણ રોડ બનાવવા માટે વપરાતા બિટ્યુમેનનો વપરાશ 11% જેટલો ઘટ્યો છે. આ બાજુ રાંધણ ગેસ, કે જેના ભાવમાં પણ બેફામ વધારો નોંધાયો છે, તેનું વેચાણ 7.6% વધ્યું છે.

ઓપેક દેશોને આશા, ભારતમાં દૈનિક વપરાશમાં થશે વધારો

2021માં 50 લાખ બેરલ પ્રતિદિન વપરાશની સંભાવના

2020માં ભારતની તેલની માંગમાં 10.54% ઘટાડો નોંધાયો હતો. દેશમાં ક્રૂડની ડિમાન્ડ 2020માં 44 લાખ બેરેલ પ્રતિ દિન  હતી જે 2019માં 49 લાખ બેરેલ પ્રતિ દિન હતી. જો કે ઓપેકને આશા છે કે ભારતની ડિમાન્ડ 2021માં 13.6% જેટલી વધીને આશરે 50 લાખ બેરલ પ્રતિ દિન જેટલી થઇ જશે.