Loksabha Election 2024/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે

બનારસ હિંદુ યુનિવર્સિટી થી કાશી વિશ્વનાથ મંદિર સુધીના આ રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં હતા………………….

Top Stories India Breaking News
Image 2024 05 14T085436.613 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે

Uttar Pradesh News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટે વારાણસીમાં આજે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. બનારસ હિંદુ યુનિવર્સિટી થી કાશી વિશ્વનાથ મંદિર સુધીના આ રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં હતા.

Image

પીએમ મોદી આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે. તેમના નોમિનેશનમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણાં કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ નામાંકન ફોર્મ ભરતાં પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, કાશી સાથે મારો સંબંધ અભિન્ન છે, અપ્રતિમ છે અને અદ્ભુત છે. જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી અસ્સી ઘાટ પર પૂજા કરશે. ત્યારબાદ કાશીના કોતવાલ કાલભૈરવના આશીર્વાદ લઇને નોમિનેશન ફોર્મ ભરવા માટે જશે.

  • સવારે 9.55 વાગ્યે નમો ઘાટથી નાનો મિની રોડ શો કરતા કાશી કોતવાલ જશે.
  • સવારે 10.15 વાગ્યે કાલ ભૈરવ મંદિરમાં દર્શન કરશે.
  • કાલ ભૈરવમાં દર્શન બાદ મિની રોડ શો કરતા મંદાકિની ચાર રસ્તા, લહુરાબીર ચૌક, નદેસર ચોક થઇને કલેક્ટર કચેરી પહોંચશે.
  • સવારે 11.40 વાગ્યે કલેક્ટર ઓફિસમાં નામાંકન ફોર્મ ભરશે.
  • બપોરે 12.25 વાગ્યે રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: શેરબજાર પર ગૃહમંત્રી અમિતશાહે આપ્યું મોટું નિવેદન ‘4 જૂન પછી સુસ્ત બજારમાં જોવા મળશે સારી તેજી’

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન