hirasba passed away/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા ” હિરા બા ” એક ગુરુ-એક મિત્ર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર પુત્રોના જન્મદાતા રહેલાં હીરાબેન દામોદર દાસ મોદીનું નામ આજે લોકજીભે ચર્ચામાં રહ્યું છે.

Gujarat India
4 4 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા " હિરા બા " એક ગુરુ-એક મિત્ર
  • વડનગરના વતની હીરા બાનો અતૂટ પ્રેમ
  • ચાર સંતાનો માટે દાખવ્યો હીરા બાએ પ્રેમ
  • હીરા બાનું આખું નામ હીરા બા દામોદરદાસ મોદી
  • હીરા બાની કૂખે ચાર સંતાનો
  • ચાર સંતાનોમાં નરેન્દ્ર નામે રતન આજે વડાપ્રધાન
  • નરેન્દ્ર મોદી ઉપરાંત સોમભાઇ સૌથી પ્રથમ પુત્ર
  • આ ઉપરાંત પ્રહલાદ મોદી અને પંકજ મોદી
  • હીરા બાનો જન્મ થયો 18 જૂન 1822
  • વડાપ્રધાન ક્યાંય પણ હોય જન્મદિને ખાસ આવે
  • 100-મા જન્મદિને વડાપ્રધાને કર્યા ચરણસ્પર્શ
  • વાદાવન બંગલા ગાંધીનગરમાં રહેતા હીરા બા
  • પંકજ મોદી છે સૌથી નાના પુત્ર
  • પંકજ મોદીના નિવાસસ્થાને રહેતાં હીરા બા
  • વડાપ્રધાન પણ પોતાના જન્મદિને આવતા ગુજરાત
  • માતા હીરા બાના આશીર્વાદ લેતા નરેન્દ્ર મોદી

Hirasba Passed Away:    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર પુત્રોના જન્મદાતા રહેલાં હીરાબેન દામોદર દાસ મોદીનું નામ આજે લોકજીભે ચર્ચામાં રહ્યું છે. વડાપ્રધાન હોવા છતાં મોદી પરિવારે આજદિન સુધી નરેન્દ્ર મોદીના નામનો કોઇ જગ્યાએ ઉપયોગ કર્યો નથી અને નરેન્દ્રભાઇ ઉપરાંત સોમાભાઇ – પ્રહલાદભાઇ અને સૌથી નાના પંકજ મોદીના માતાના આશિર્વાદ સતત ચારેય ભાઇઓ સાથે આજે પણ રહ્યા છે.

3 1 23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા " હિરા બા " એક ગુરુ-એક મિત્ર

  Hirasba Passed Away :એક નાના પરિવારમાં ઉછરેલાં આજે સમગ્ર દેશની શાસનધૂરા સંભાળી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારના શતાયુ વર્ષમાં પ્રવેશી ચૂકેલાં હીરા બાની કુંખે નરેન્દ્ર સહિત ચાર પુત્રો રત્ન તરીકે જન્મ્યા હતા. મોદી પરિવારમાં પિતા દામોદરદાસ અને માતા હીરા બાની કૂંખે જન્મેલા ચાર રત્નોમાં સૌથી મોટા સોમાભાઇ , બીજા ક્રમે પ્રહલાદભાઇ , ત્રીજા ક્રમે નરેદ્રભાઇ અને ચોથા ક્રમે પંકજભાઇનો સમાવેશ થાય છે. ચાર રત્નપુત્ર આજે પણ રતન સમાન પુરવાર થયા છે. માતા હીરા બાનું જતન પંકજ મોદી તેમના ગાંધીનગર સ્થિત વૃંદાવન નિવાસસ્થાને સુપેરે કરવામાં આવ્યું…આ સિવાય અન્ય ત્રણ રત્નો પણ માતાની વારંવાર તેમજ ખાસ કરીને માતાના જન્મદિન તેમજ પુત્રોના જન્મદિને પણ મુલાકાત લેતા રહેતાં હતા.

5 2 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા " હિરા બા " એક ગુરુ-એક મિત્ર

Hirasba Passed Away: 18 જૂન – 1922ના દિને જન્મેલા હીરા બાનું સંપૂર્ણ સાદગીપૂર્ણ રહ્યું છે. ત્રીજા ક્રમે રહેલાં નરેન્દ્ર નામના રતને નહીં માત્ર મોદી પરિવાર જ પરંતુ ગુજરાતનું ગૌરવ સાથે દેશનું ગૌરવ વિશ્વકક્ષાએ લઇ જવામાં અગ્રેસર રહ્યાં છે. તો મોટાભાઇ સોમભાઇ વડનગર વતનમાં , પ્રહલાદ મોદી અમદાવામાં સસ્તા અનાજના દુકાનદાર અને પંકજ મોદી ગુજરાતસરકારના માહિતી વિભાગમાં પોતાની સેવા આપી રહ્યાં છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પરિવારે કોઇપણ દિવસ નરેન્દ્ર મોદી કાર્યકર થી વડાપ્ધાનપદ સુધીપહોંચ્યા પછી આજ દિન સુધી નરેન્દ્રો મોદીના નામનો ઉપયોગ કોઇ પણ જગ્યાએ કર્યો નથી અને પોતાની જાતમહેનતે જ માતાના આશિર્વાદથી ચારેય ભાઇઓએ માતાની સેવા કરી અને પોતાના પરિવારનો નિર્વાહ સામાન્ય પરિવારની જેમ જ ગુજારી રહ્યાં છે.

4 4 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા " હિરા બા " એક ગુરુ-એક મિત્ર

  Hirasba Passed Away:વડાપ્રધાન પોતાના જન્મદિન તેમજ માતાના જન્મદિને હીરા બાના આશિર્વાદ લેવાનું ચૂકતાં નહીં. જન્મદિન 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પોતોના જન્મદિને ક્યાંય પણ હોય શક્ય ત્યાં સુધી ગુજરાતના પાટનગર ગાંધીનગર આવી મા હીરા બાના આશિર્વાદ લેતા…છેલ્લે મા હીરા બાના શતાયુ પ્રવેશ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ખાસ આવ્યા હતા. શતાયુ થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરા-બાના ચરણસ્પર્શ અને ચરણ પાણીમાં ધોઇ માના આશિર્વાદ મેળવી માતૃ વંદનાનો સંદેશ સમગ્ર દેશવાસીઓને આપી માતૃ માહાત્મ્યનો સંદેશો પણ આપ્યો હતો. આશિર્વાદરૂપે માતા હીરા-બા અનોખો પુત્ર પ્રેમ પણ દાખવતાં. આશિર્વાદની સાથે વડાપ્રધાનની માતા હીરા-બાની મુલાકાત સમયે ગીતા સહિતના ધાર્મિક પુસ્તક ભેટ આપીને હીરા બા પણ પુત્ર પ્રેમ દાખવી શતાયુ છંતા પોતાનો પુત્ર પ્રેમ અનોખી રીતે હંમેશા દાખવતા. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સમયે નરેન્દ્ર મોદીને મીઠુ મોં કરાવી પુત્ર પ્રેમ અને આશિર્વાદ આપતાં. હીરા બા એ દામોદરદાસ પરિવારમાં લગ્ન કરી સામાન્ય જીવન જીવીને ચાર રતન પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ પેટે પાટા બાંધીને પણ ચાર પુત્રોને ભણાવ્યા-ગણાવ્યા અને મોટા કરી આજે ચાર પૈકીનો ત્રીજા નંબરનો પુત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાનના દેશના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યા છે છતાં મોદી પરિવારમાં કોઇ દિવસ અહમ જોવા મળ્યો નથી અને નરેન્દ્ર મોદી સહિત ચારેય પુત્રો સામાન્ય પરિવાર જીવે તે જ રીતે જીવન પસાર કરી રહ્યાં છે. માતાએ સુસંસ્કારનું સિંચન કરવામાં પોતાનો પૂર્ણ સમય તન-મન અને ધન આપી દીધું છે. પતિ દામોદરદાસના નિધન પછી ચાર પુત્રોની જવાબદારી હસતા મુખે સ્વીકારી માતૃપ્રેમ સતત દાખવતાં રહ્યા અને આ જ કારણ ચારેય પુત્રો પોતાના પગે પરિવારનો નિર્વાહ કરી રહ્યાં છે.

6 40 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા " હિરા બા " એક ગુરુ-એક મિત્ર

Hirasba Passed Away  મોદી પરિવારે નરેન્દ્રમ મોદીના નામનો કોઇપણ જગ્યાએ ઉલ્લેખ કરી કોઇપણ કાર્ય કરવાની બાધા એટલે કે પ્રતિજ્ઞા લઇ તેનો અમલ આજે પણ કરવામાં આવી રહ્યો છે અને માટે જ નરેન્દ્ર મોદી સિવાયના ત્રણ પુત્રો સામાન્ય જીવન પસાર કરી રહ્યાં છે. નરેન્દ્ર સિવાયના અન્ય ત્રણ પુત્રોની વાત કરીએ તો સોમભાઇ ઉત્તર ગુજરાતના વડગામ વતને પોતાના પરિવાર સાથે રહે છે. તે પછીના પ્રહલાદભાઇ સસ્તા અનાજની દુકાન ધરાવે છે. જ્યારે ત્રીજા નંબરે નરેન્દ્ર મોદી દેશસેવા કાજે પોતાનું જીવન 24 બાય 7 સમર્પિત કરી રહ્યાં છે અને અંતિમ ચોથા રતન પંકજ મોદીએ તો ખરેખર માતા હીરા બા સાથે જ પરિવારનો પણ નિર્વાહ કરી રહ્યાં છે . પંકજ મોદી ગુજરાત સરકારના માહિતી વિભાગના અધિકારી તરીકે મહત્વના સ્થને પોતાની સ્વ-મહનતે પહોંચ્યાં છે ત્યારે અંતે તો એટલું જ કહી શકાય કે..માતા હીરા બાના આશિર્વાદ ચાર રતનો સોમાભાઇ-પ્રહલાદભાઇ-નરેન્દ્રભાઇ અને પંકજભાઇ અને તેમના ચારેય પરિવાર એટલે કે સમગ્ર મોદી પર સતત ઉતરતાં રહ્યાં છે ત્યારે હીરા બાના આશિર્વાદના કારણે જ દેશનો વિકાસ અવિરત આગળ વધતો રહ્યો છે.