Not Set/ માલદીવની સંસદમાંથી PMનાં પાકિસ્તાનને ચાબખા, કર્યા ગંભીર સવાલો

PM મોદી દ્રારા માલદીવની મુલાકાત લેવામાં આવી હતી. તો સાથે સાથે PM મોદીએ માલદીવની સંસદને પણ સંબોઘીત કરી હતી. PM મોદીએ માલદીવની સંસદમાં પાકિસ્તાને નામ લીધી વિના આડે હાથ લીધું હતું. PM મોદીએ પોતાના બીજા કાર્યકાળનાં પહેલાં વિદેશ પ્રવાસમાં વિદેશી નીતિની કુટનૈતિકતા સાથે પાકિસ્તાનને લક્ષ્ય બનાવ્યું હતું. પાકિસ્તાનનું નામ લીધી વિના જ PM મોદી કહ્યું […]

Top Stories World
pm માલદીવની સંસદમાંથી PMનાં પાકિસ્તાનને ચાબખા, કર્યા ગંભીર સવાલો

PM મોદી દ્રારા માલદીવની મુલાકાત લેવામાં આવી હતી. તો સાથે સાથે PM મોદીએ માલદીવની સંસદને પણ સંબોઘીત કરી હતી. PM મોદીએ માલદીવની સંસદમાં પાકિસ્તાને નામ લીધી વિના આડે હાથ લીધું હતું. PM મોદીએ પોતાના બીજા કાર્યકાળનાં પહેલાં વિદેશ પ્રવાસમાં વિદેશી નીતિની કુટનૈતિકતા સાથે પાકિસ્તાનને લક્ષ્ય બનાવ્યું હતું. પાકિસ્તાનનું નામ લીધી વિના જ PM મોદી કહ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે લોકો હજી પણ સારા આતંકવાદીઓ અને ખરાબ ત્રાસવાદીઓને અલગ તરવવાની ભૂલ કરે છે.  PM મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આતંકવાદ કે આતંકવાદીનો કોઇ ઘર્મ નથી હોતો. અને આતંકવાદી આતંકવાદી છે તે સારા કે નરસા નથી હોતા. આતંકવાદનાં પડકારને પહોંચી વળવા માટે તમામ માનવતાવાદી તાકાતો એકીકૃત થવાની જરૂર છે.

pm 1 માલદીવની સંસદમાંથી PMનાં પાકિસ્તાનને ચાબખા, કર્યા ગંભીર સવાલો

PMએ અતંકી ફંડીગ મામલે કર્યો પાકિસ્તાન પર હુમલો

આતંકવાદીઓને ખાતું નથી કે આતંકી પાસે પૈસા છાપવાની કોઇ ટંકશાળ પણ નથી તો આતંકીઓ પાસે પૈસા આવે છે કેમ અને ક્યાંથી ? PM દ્રારા સવાલ કરવા સાથે તે પણ જણાવવામાં આવ્યું કે આતંકનો ભય કોઈ એક દેશ અથવા એક ક્ષેત્ર માટે નથી. આ ભય સમગ્ર માનવતા અને માનવજાત પર છે. એજા કોઇ એવો દિવસ નથી ઉગતો જ્યારે આતંકવાદએ કોઈ નિર્દોષનો જીવ ન લીધો હોય. આ વાત માનવજાત સામે ઉભેલા આતંકવાદની ભયંકરતા દર્શાવતા છે. આતંકવાદીઓ પાસે પોતાની બેંકો નથી, ન તો ટંકશાળ અને ન તો પોતાની શસ્ત્રોની કોઇ ફેક્ટરી છે. તેમાં છતા આતંકી પાસે હજુ પણ ભંડોળ અને શસ્ત્રોની કોઇ તંગી નથી. તમને આ ક્યાંથી મળ છે? તેમને આ સુવિધાઓ કોણ આપે છે ? પાકિસ્તાનને લક્ષ્યાંક બનાવતા PM મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદનું સ્ટેસ સ્પોન્સરશીપ એ દુનિયા પર સૌથી મોટો ખતરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.