અમદાવાદ/ ૨૦૦ કરોડના ખર્ચે ‘સરદારધામ’ કન્યા છાત્રાલય નું વડાપ્રધાનના હસ્તે કાલે ઈ-ખાતમુહૂર્ત થશે

આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણી, નાયબ મુખ્યમંત્રી, નિતીનભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રીઓ, પરસોત્તમભાઇ રૂપાલા, મનસુખ માંડવીયા, ભાજપ પ્રદે..

Gujarat Others
Untitled 97 ૨૦૦ કરોડના ખર્ચે ‘સરદારધામ’ કન્યા છાત્રાલય નું વડાપ્રધાનના હસ્તે કાલે ઈ-ખાતમુહૂર્ત થશે

ધોરાજી સરદારધામના પ્રમુખ સેવક ગંગજીભાઇ સુતરીયા, બી.કે. પટેલ, એચ.એસ.પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર વિશ્વ પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામકન્યા છાત્રાલયનું ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :રાજય માં ઓકટોબર–નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ વધશે તેવી સંભાવના

આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણી, નાયબ મુખ્યમંત્રી, નિતીનભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રીઓ, પરસોત્તમભાઇ રૂપાલા, મનસુખ માંડવીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓ અને ટ્રસ્ટીઓ તેમજ ખોડલધામના નરેશભાઇ પટેલ તથા ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલ હાજર રહેશે.

આ પણ વાંચોગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, રાજ્યનાં જળાશયોમાં 57 ટકા જળસંગ્રહ

આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કાલે સવારે ૯:૪૫ મીનીટે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાખેલ છે.એમ પૂર્વ અગ્રણી વિજયભાઇ અંટાળાએ જણાવેલ હતું.

આ પણ વાંચો :તણાવ અને ખરાબ વિચારોમાંથી મુક્ત થવા આટલું કરવું જોઈએ