જાહેરાત/ ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત…

હવે પ્રિયંકા ગાંધીએ વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો આશા અને આંગણવાડી કાર્યકરોને દર મહિને 10 હજાર રૂપિયા માનદ વેતન આપશે

Top Stories India
1111 2 ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત...

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લોકોને આકર્ષવા માટે સતત મોટા મોટા વચનો આપી રહ્યા છે. હવે પ્રિયંકા ગાંધીએ વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો આશા અને આંગણવાડી કાર્યકરોને દર મહિને 10 હજાર રૂપિયા માનદ વેતન આપશે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર લખ્યું, “કોંગ્રેસ પાર્ટી આશા બહેનોના અધિકારોનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છે અને જો સરકાર બનશે તો આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોને દર મહિને 10,000 રૂપિયાનું માનદ વેતન આપશે.આ પહેલા તેમણે અન્ય એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું હતું કે, “યુપી સરકાર દ્વારા આશા બહેનો પર કરવામાં આવેલ દરેક હુમલો તેમના દ્વારા કરવામાં આવેલા કામનું અપમાન છે. મારી આશા બહેનોએ કોરોના અને અન્ય પ્રસંગોએ ખંતપૂર્વક તેમની સેવાઓ આપી છે. સન્માન તેમનો અધિકાર છે. તેમની વાત સાંભળવી એ સરકારની ફરજ છે. આશા બહેનો આદરને પાત્ર છે અને હું આ લડાઈમાં તેમની સાથે છું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રસ ચૂંટણી જીતવા માટે ઉત્તરપ્રદેશમાં તાડમાર તૈયારી શરૂ કરી દીધી છે.કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીએ પહેલા જ વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા બેઠક મહિલાઓને આપવાની વાત કરી છે,યુપી કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી નસીમુદ્દીન સિદ્દીકીએ મંગળવારે કોંગ્રેસના ‘બને યુપી કી આવાઝ’ કાર્યક્રમની શરૂઆત કરી હતી. નસીમુદ્દીને કહ્યું કે જે લોકો કોંગ્રેસમાં જોડાઈને પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે – જેમ કે ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, વેપારીઓ, પાર્ટી આ તમામને જિલ્લા સ્તરે પ્રવક્તા બનવાની તક આપશે.  નસીમુદ્દીને જણાવ્યું કે પસંદગીનો આધાર મેરિટ હશે, જેના માટે જિલ્લાવાર પરીક્ષા અને ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જિલ્લાના પ્રભારી સચિવ, જિલ્લા અને શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા ધરાવતી સમિતિ કાર્યક્રમોનું આયોજન કરશે.