Not Set/ પ્રિયંકા ગાંધીએ વીડિયો શેર કરીને ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનો પર કર્યો કટાક્ષ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ક્રિકેટમાં બાઉન્ડ્રી લાઇનની નજીક પકડાયાનો એક વીડિયો શેર કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા ક્રિકેટમાં બાઉન્ડ્રી લાઇન નજીક મુશ્કેલ કેચ પકડતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગુરુત્વાકર્ષણ, ગણિત અને ઓલા-ઉબરની વાતો કરીને […]

Top Stories India Politics
પ્રિયંકા પ્રિયંકા ગાંધીએ વીડિયો શેર કરીને ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનો પર કર્યો કટાક્ષ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ક્રિકેટમાં બાઉન્ડ્રી લાઇનની નજીક પકડાયાનો એક વીડિયો શેર કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા ક્રિકેટમાં બાઉન્ડ્રી લાઇન નજીક મુશ્કેલ કેચ પકડતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગુરુત્વાકર્ષણ, ગણિત અને ઓલા-ઉબરની વાતો કરીને અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરશે નહીં, પરંતુ તેના માટે સાચી ભાવના હોવી જરૂરી છે. તેણે ટ્વિટર પર ક્રિકેટ મેચનો વીડિયો શેર કરતાં કહ્યું કે, “સાચો કેચ પકડવા માટે, બોલ પર નજર રાખવી જરૂરી છે, અને રમત માટે સાચી ભાવના હોવી પણ એટલીજ જરૂરી છે.  નહિંતર, તમે ગુરુત્વાકર્ષણ, ગણિત, ઓળા અને ઉબર માં  જ તમામ ખામીઓ અને દોષ સોધતા રહેશો.  ભારતીય અર્થવ્યવસ્થા માટે જાહેર હિતમાં સતત આગળ વધવું જોઇયે.

આ પણ વાંચો : ગુરૂત્વાકર્ષણ મામલે ટ્રોલ થતા વાણિજ્ય મંત્રીએ કરી સ્પષ્ટતા, સ્પષ્ટતામાં પણ કરી તે જ “ભૂલ” – આ વખતે મંત્રી વાંચી-વાંચીને બોલી રહ્યા હતા

પ્રિયંકાએ શેર કરેલા વીડિયોમાં એક ફીલ્ડરે બાઉન્ડ્રી લાઇનની નજીક મુશ્કેલ કેચ પકડતો નજરે પડે છે. આ દ્વારા તેમણે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના ઓલા-ઉબેર નિવેદન અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલના ‘આઈનસ્ટાઈન દ્વારા ગુરુત્વાકર્ષણ શોધવાની’ વિશે કરેલી ટિપ્પણી પર કટાક્ષ કર્યો હતો.

ચૂંટણી પહેલા એવું કહેવાતું હતું કે ઓલા-ઉબરે રોજગાર વધાર્યો, હવે એવું કહેવાઈ રહ્યું છે કે તેના કારણે જ મંદી છે. સરકાર કેમ આટલી મૂંઝવણમાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન