Not Set/ કમલા હૈરિસનો વીડિયો શેર કરી પ્રિયંકા બોલી – We did it

યુ.એસ.ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડનનો ઐતિહાસિક વિજય થયો છે. અમેરિકાનાં અગ્રણી મીડિયા સંગઠનોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડનને વિજેતા જાહેર કર્યા છે.

World
asdq 4 કમલા હૈરિસનો વીડિયો શેર કરી પ્રિયંકા બોલી - We did it

યુ.એસ.ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડનનો ઐતિહાસિક વિજય થયો છે. અમેરિકાનાં અગ્રણી મીડિયા સંગઠનોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડનને વિજેતા જાહેર કર્યા છે. ટીવી નેટવર્કે શનિવારે અનુમાન લગાવ્યું છે કે, ડેમોક્રેટનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર જો બિડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને યુએસ રાષ્ટ્રપતિ પદની રેસ જીતી લીધી છે. હવે અમેરિકામાં જો બિડનની જીત પર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પ્રતિક્રિયા આવી છે. પ્રિયંકા ચોપડાએ કમલા હેરિસનાં ટ્વીટને રીટ્વીટ કર્યું છે.

આ વીડિયોમાં, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ફોન પર જો બિડન સાથે વાત કરતા કહ્યું, “અમે કરી બતાવ્યુ, તમે યુનાઇટેડ સ્ટેટ્સનાં આગામી રાષ્ટ્રપતિ બનશો.” પ્રિયંકા ચોપડા દ્વારા રિટ્વીટ કરાયેલા આ વીડિયો પર, લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, પેનસિલ્વેનીયાનાં નિર્ણાયક રાજ્યને જીત્યા પછી જો બિડનની જીત નક્કી થઇ હતી. આ રાજ્યમાં વિજય પછી, બિડનને 270 કરતાં વધુ ‘ઇલેક્ટોરલ કોલેજ મતો’ મળ્યા જે વિજય માટે જરૂરી હતા. પેન્સિલવેનિયામાં 20 ઇલેક્ટોરલ મતો સાથે, બિડન પાસે હવે કુલ 273 મત છે. જો બિડનને 74 મિલિયનથી વધુ મત પ્રાપ્ત થયા છે. 1990 માં, જ્યોર્જ એચડબ્લ્યુ બુશ પછી ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર રાષ્ટ્રપતિ બનશે, જે એક ટર્મ પછી ચૂંટણી હારી ગયા હોય.

આપને જણાવી દઈએ કે, લગભગ પાંચ દાયકાથી અમેરિકન રાજકારણમાં સક્રિય રહેલા જો બિડને સૌથી ઓછી વયનાં સેનેટરથી લઈને અમેરિકાનાં સૌથી વધુ ઉંમરનાં રાષ્ટ્રપતિ સુધીની શાનદાર સફર કરીને શનિવારે ઇતિહાસ રચ્યો હતો. 77 વર્ષનાં બિડન છ વખત સેનેટર રહ્યા હતા અને હવે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને દેશનાં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. એવું નથી કે તેમણે આ સફળતા પોતાના પ્રથમ પ્રયાસમાં હાંસલ કરી છે. બિડન 1988 અને 2008 માં રાષ્ટ્રપતિ પદની રેસમાં નિષ્ફળ ગયા હતા.