ગુજરાત/ દ્વારકામાં પ્રાંત અધિકારીને કુહાડા વડે મારી નાખવાની ધમકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારીને એક યુવાને સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી વીડિયો શેર કરી કુહાડા વડે મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.

Gujarat Others
ધમકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારીને સોસિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અધિકારી પાર્થ તલસાણીયાને ભાટિયા ગામના કાના દેવાત ચાવડા  દ્વારા સોસિયલ મીડિયામાં વીડિયો બનાવીને કુહાડાથી મારી નાખવાની ઘમકી આપી છે.આરોપીની જમીન સંપાદનમાં આવતી હોવાથી આરોપી અધિકારીથી નારાજ થઇને આ વીડિયો બનાવ્યો હતો.અધિકારીએ આરોપી સામે પોલીસ ફરિયાદ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારીને એક યુવાને સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી વીડિયો શેર કરી કુહાડા વડે મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રાંત અધિકારી રાજ્ય સેવકની નોકરી ન કરી શકે અને મનોબળ તોડવા માટે અપલોડ કરેલા વીડિયો સબંધે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ હાલ દ્વારકા રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કાના દેવાત ચાવડા સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ દાખલ કરાવી છે.

દ્વારકા પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને ધમકી સબબની ફરિયાદ નોંધી છે. જેમાં આરોપીની કલ્યાણપુર તાલુકામાં જમીન આવેલી છે. જે જમીન સંપાદનમાં આવતી હોવાથી આરોપી દેવાત ચાવડાએ પ્રાંત કચેરીથી નારાજ થઈ સોશિયલ મીડિયાના facebook પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટમાંથી એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં તેઓએ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાને કુહાડા વડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાંત અધિકારી પોતાની રાજ્ય સેવક તરીકેની નોકરી કરી ન શકે અને તેનું મનોબળ તૂટી જાય તે આશયથી વિડીયો અપલોડ કરી, પ્રાંત અધિકારીની ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો:થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ નહીં કરવાની ધમકી, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સની કરી ધરપકડ કરી

આ પણ વાંચો:બોટાદ પોલીસે દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એક શખ્સની ધરપકડ

આ પણ વાંચો:IPS સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત લોકેશન ખાનગીરીતે મોકલ્યા