દ્વારકા/ PSI બીપીન જોગલને પત્રકાર સાથે ઝપાઝપી કરવી પડી ભારે…..

દેશના ચોથા સ્થંભ સાથે ઝપાઝપી કરવી દ્વારકાના PSIને ભારે પડી.ગઈ કાલે જ્યારે જન્માષ્ટમીનો પર્વ દેશમાં ઉજવાઈ રહ્યો હતો.ત્યારે મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે દ્વારકાના PSIએ ઝપાઝપી કરી હતી.જેની સામે મંતવ્ય ન્યૂઝે અવાજ ઉઠાવ્યો.અને પત્રકાર સાથે થયેલા આ અન્યાય સામે ન્યાયની માંગણી કરી અને આખરે આજે મંતવ્ય ન્યૂઝની જીત થઈ છે.

Mantavya Exclusive
પત્રકાર

મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે થયેલા ઝપાઝપી મામલે PSIની બદલી કરવામાં આવી.જેમાં દ્વારકાના SPએ તાત્કાલિક અસરથી  PSI બીપીન જોગલની બદલી કરી છે..અને હવે તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવશે.મહત્વનું છે કે દેશના ચોથા સ્થંભ સાથે ઝપાઝપી કરવી દ્વારકાના  PSIને ભારે પડી.ગઈ કાલે જ્યારે જન્માષ્ટમીનો પર્વ દેશમાં ઉજવાઈ રહ્યો હતો.ત્યારે મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે દ્વારકાના PSIએ ઝપાઝપી કરી હતી.જેની સામે મંતવ્ય ન્યૂઝે અવાજ ઉઠાવ્યો.અને પત્રકાર સાથે થયેલા આ અન્યાય સામે ન્યાયની માંગણી કરી.અને આખરે આજે મંતવ્ય ન્યૂઝની જીત થઈ છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે મંતવ્ય ન્યૂઝના પત્રકાર સત્યમ હંસોરા અને કેમેરા મેન યોગશે જયસ્વાલ સાથે કરી મારામારી કરી હતી.એટલું જ નહીં રોષે ભરાયેલા પોલીસ અધિકારીએ લાકડી પણ ઉઠાવી હતી. આ સમગ્ર ઘટના દ્વારકા કવરેજ કરતા સમય બની હતી.આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંધવીએ હુમલો કરનાર PSI સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અને PSI  સામે કાર્યવાહી કરવાSP ને સુચના પણ આપી દેવાઈ હોવાનું મંતવ્ય ન્યુઝ સાથે વાતચીતમાં  જણાવ્યું હતું.   હવે જોવાનું એ છે કે હુમલો કરનાર PSI  સામે કાર્યવાહી ક્યારે થાય છે કે પછી અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ દબાવી દેવામાં આવશે?

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: 217 નિર્દોષોનો હત્યારો અલ કાયદાનો આ આતંકવાદી હવે જેલમાંથી થશે ‘મુક્ત’,

આ પણ વાંચો:સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, 12ના મોત, આતંકીઓએ હોટેલ હયાત પર કર્યો કબજો