મોટા સમાચાર/ PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર,આ વેબસાઇટ પર RESULT કરો ચેક

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમણે ઓફિશિય વેબસાઇટ પર જઇને પરિણામ જાેઇ શકે છે.

Top Stories Gujarat
2 31 PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર,આ વેબસાઇટ પર RESULT કરો ચેક
  • PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર
  • ભરતી બોર્ડના અધ્યક્ષે ટ્વિટ કરી આપી માહિતી
  • બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરીણામ

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમણે ઓફિશિય વેબસાઇટ પર જઇને પરિણામ જાેઇ શકે છે. આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે કે બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2022 પર પ્રોવિઝનલ  પરીણામ જોઇ શકાશે

 

ઉલ્લેખનીય છે કે ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.

1 100 PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર,આ વેબસાઇટ પર RESULT કરો ચેક

ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.