Not Set/ #PulwamaAttack : શહીદના 4 વર્ષ પુત્રએ કહ્યું – મને બંદુક આપો, છોડીશ નહિ આતંકીઓને

કોટા, મધ્ય પ્રદેશ જીલ્લાનું નાનું ગામ વિનોદ કલા તેના શહીદ પુત્ર હેમરાજ મીણા ને લઇ ચર્ચામાં છે. હેમરાજ પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયા હતા. ત્યાંના દરેક વ્યક્તિને ગર્વ છે કે હેમરાઝ ત્યાનો નાગરિક હતો. હેમરાજના પરિવારને પણ તેમની શહીદી પર ગર્વ છે. શુક્રવારે શ્રીનગરમાં ખરાબ હવામાનને કરને તેમનનો પાર્થિવ દેહ તેમના ઘરે ન પહોંચી […]

Top Stories India
#PulwamaAttack : શહીદના 4 વર્ષ પુત્રએ કહ્યું – મને બંદુક આપો, છોડીશ નહિ આતંકીઓને

કોટા,

મધ્ય પ્રદેશ જીલ્લાનું નાનું ગામ વિનોદ કલા તેના શહીદ પુત્ર હેમરાજ મીણા ને લઇ ચર્ચામાં છે. હેમરાજ પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયા હતા. ત્યાંના દરેક વ્યક્તિને ગર્વ છે કે હેમરાઝ ત્યાનો નાગરિક હતો. હેમરાજના પરિવારને પણ તેમની શહીદી પર ગર્વ છે. શુક્રવારે શ્રીનગરમાં ખરાબ હવામાનને કરને તેમનનો પાર્થિવ દેહ તેમના ઘરે ન પહોંચી શક્યો. આજે શનિવાર સવારે ૧૦ વાગ્યે તેમનો પાર્થિવ દેહ કોટા પહોંચ્યો હતો.

જ્યારે ખાનગી ન્યુઝ એજન્સીના પત્રકાર હાજર સ્થળ પર પહોંચ્યા ત્યારે 70 વર્ષના પિતા હરદયાલ મીણાનું દુઃખ તેમના મુખ પર આવી ગયું. તેમણે કહ્યું, “ક્યાં સુધી આપણે આતંકવાદી હુમલા સહન કરીશું?” આપણા સૈનિકો ક્યાં સુધી શહીદ થતા રહેશે?  કેન્દ્ર સરકારે આ બનાવને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. ત્યારે જ મારા હૃદયના ઘા રુઝાશે. હેમરાજના પિતા હરદયાલ મીણાને તેમનો પુત્ર શહીદ થયો તેના પર ગર્વ છે અને શોક પણ છે. ગામથી 3 કિ.મી. દૂર ખેતરોમાં ઘર બાંધી શાહિદ હેમરાજના માતાપિતા, ભાઇ અને પત્ની મધુ અને ચાર નિર્દોષ બાળકો સાથે રહે છે.

હેમરાજની શહાદતના સમાચાર મળ્યા પછી, તેની પત્ની મધુબાલાની સ્થિતિ વધુ ખરાબ થઈ અને તે બેભાન થઈ ગઈ. જે લોકો તેને મળવા આવી રહ્યા હતા તેમના મો પર બાળકોના ભાવિની ચિંતા હતી. તેમણે ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાલાલ નાગર સામે કહ્યું કે, હવે મારા બાળકોની સંભાળ કોણ રાખશે. તેમને કહ્યું કે રાજકારણીઓથી કઈ થવાનું નથી. લગ્ન સમયે હેમરાજ મીણા સીઆરપીએફમાં જોડાયા નહોતા, લગ્ન બાદ તેમની નોકરી લાગી હતી. તેમના પતિને નિવૃત્તિ માટે માત્ર 18 મહિના બાકી રહ્યા હતા. તે શું જાણતા હતા કે તેમને થોડા મહિના પહેલા આ દિવસ જોવો પડશે. શહીદ હેમરાજની મોટી દીકરી રીનાએ આ દુઃખદ સમયે પરિવારની સંભાળ લીધી હતી . તેઓ કહે છે કે અત્યારે મોટી સંખ્યામાં અધિકારીઓ, જન પ્રતિનિધિઓ અને નેતાઓની ભીડ છે, પરંતુ પછીથી કોઈ આવશે નહીં. સૌથી મોટા પુત્ર અજયે કહ્યું – તેને તેના શહીદ પિતા પર ગૌરવ છે. ત્યારે માત્ર 4-વર્ષના પુત્ર રીશું ને દુનિયાદારી ની કઈ સમજ નથી, પરંતુ અચાનક ઘરની બહાર ઘણા લોકોને આવવા પર અને પિતાની શહીદ થવાની જાણ થતા, તેણે તેની લાગણી કંઈક આવી રીતે વ્ય્ક્ત કરી હતી – હું પોલીસમાં જઈશ, બંદૂકથી આતંકવાદીઓને મારિશ .