પંજાબ એસેમ્બલી/ અગ્નિપથ યોજના વિરુદ્ધ ઠરાવ પસાર, CM ભગવંત માનને રાષ્ટ્ર વિરોધી કહ્યું

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે વિધાનસભામાં કેન્દ્રની અગ્નિપથ યોજના વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો છે. મુખ્યમંત્રીએ બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો છે.

Top Stories India
project

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે વિધાનસભામાં કેન્દ્રની અગ્નિપથ યોજના વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો છે. મુખ્યમંત્રીએ બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો છે. આ મુજબ, રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરશે. ઠરાવ વાંચતા, સીએમ માન એ એસેમ્બલીમાં કહ્યું, ‘ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની એકપક્ષીય જાહેરાતથી દેશભરમાં વિરોધ થયો. પંજાબમાં પણ આ યોજનાનો વિરોધ થયો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, પંજાબ વિધાનસભાને લાગે છે કે આ યોજના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે રોજગાર આપશે અને બાદમાં માત્ર 25 ટકાને જ કાયમી કરવામાં આવશે. આ યોજના ન તો રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ યોગ્ય છે અને ન તો તે યુવાનોના હિતમાં છે. તેનાથી યુવાનોમાં અસંતોષ વધશે. ઘણા યુવાનો લાંબો સમય સેનામાં રહીને દેશની સેવા કરવા માંગે છે.

તેમણે કહ્યું કે, નોંધનીય બાબત છે કે પંજાબના એક લાખથી વધુ સૈનિકો સેનામાં રહીને દેશની સેવા કરી રહ્યા છે અને ઘણા લોકો દેશની સેવામાં પોતાનો જીવ પણ આપી દે છે. આ યુવાનો સેનામાં રહીને દેશની સેવા કરવામાં ગર્વ અનુભવે છે. આ યુવાનો તેમની હિંમત અને બલિદાન માટે જાણીતા છે. પરંતુ આ યોજના યુવાનોના સપનાને ચકનાચૂર કરી નાખનારી છે. સેનામાં કાયમી નોકરીનું સપનું જોનારા ઘણા યુવાનો છે.

માને કહ્યું કે, આ યોજનાથી સેનાના જવાનોનું મનોબળ પણ ઘટશે. આ પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા પણ થઈ હતી. જણાવી દઈએ કે, આ યોજના 14 જૂને શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સાડા 17 થી 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ બાદ 25 ટકા યુવાનોને સેનામાં કાયમી કરવામાં આવશે.

આ પણ વાંચો:પેપર કટોકટીનાં કારણે પુસ્તકો પણ છપાઈ રહ્યાં નથી, વિદ્યાર્થીઓ શું કરશે?