Not Set/ વધારાના હેલ્મેટ પણ વસાવી લેજો હવે…!! પાછળ બેસનારને પણ હેવથી હેલ્મેટ ફરજીયાત

રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત હેલ્મેટ મુદ્દે સરકારનો ત્રીજી વખત યૂ-ટર્ન હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું રોડ-સેફટીના અનુસંધાને લીધા હતા પગલાં નવા નિયમોમાં ઈજાઓ ઘટાડવા નિર્ણય પાછળ બેસનારને પણ પહેરવું પડશે હેલ્મેટ 12 વર્ષના બાળક અને મહિલાને પણ છૂટ નહીં હેલ્મેટ મુદ્દે રાજ્ય સરકારે યૂ-ટર્ન લીધો છે.  રાજ્યમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે. એટલું જ નહીં […]

Ahmedabad Gujarat
દારૂ 5 વધારાના હેલ્મેટ પણ વસાવી લેજો હવે...!! પાછળ બેસનારને પણ હેવથી હેલ્મેટ ફરજીયાત
  • રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત
  • હેલ્મેટ મુદ્દે સરકારનો ત્રીજી વખત યૂ-ટર્ન
  • હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું
  • રોડ-સેફટીના અનુસંધાને લીધા હતા પગલાં
  • નવા નિયમોમાં ઈજાઓ ઘટાડવા નિર્ણય
  • પાછળ બેસનારને પણ પહેરવું પડશે હેલ્મેટ
  • 12 વર્ષના બાળક અને મહિલાને પણ છૂટ નહીં

હેલ્મેટ મુદ્દે રાજ્ય સરકારે યૂ-ટર્ન લીધો છે.  રાજ્યમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે. એટલું જ નહીં પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે.  હેલ્મેટને લઈને સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી.

સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.  આપને જણાવી દઈએ કે,  હેલ્મેટ મુદ્દે સરકારે આ ત્રીજી વખત યૂ-ટર્ન લીધો છે.   વાહનચાલકો કે જેમણે હેલ્મેટથી મુક્તિને લઈને અગાઉ રાહતનો શ્વાસ લીધો હતો,  તે તમામ માટે ફરી એક વખત હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે.

હેલ્મેટ મામલે રાજ્ય સરકારે ફરી એકવાર યૂટર્ન માર્યો છે. રાજ્યમાં હેલ્મેટ પર લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણનો આખરે અંત આવ્યો છે. અને રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે. જેમાં કહેવાયું છે કે સરકારે હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર ફરી ગઈ હતી.  અને પોતાના જવાબમાં કહેવાયું છે કે સરકારે હેલ્મેટ મરજિયાત કર્યું જ નથી.

એટલે કે હવેથી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. અને પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, હેલ્મેટ મામલે અલગ અલગ ફરિયાદો મળ્યા બાદ અને લોકોના વિરોધ બાદ સરકારે હેલ્મેટને મરજિયાત કર્યું હતું.

ખુદ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાત હોવાની જાહેરાત કરી હતી. અને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના માર્ગો પર હેલ્મેટ વિના કોઈ પકડાય તો દંડ ન વસૂલવા માટે આદેશ આપ્યો હતો. જોકે નેશનલ અને રાજ્યના હાઈ-વે પર હેલ્મેટ ફરજિયાત રાખ્યું હતું.

અરજીના જવાબમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું

સોગંદનામામાં સરકારે કહ્યું, “રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત” છે. રાજ્યમાં હેલ્મેટ ક્યારેય મરજિયાત કરાયું નથી. બાઈક ચાલક અને પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત છે.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જે મધ્યમ વર્ગીય કે નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના વડીલ કે જેઓ  સારા નરસા પ્રસંગે પોતાના દીકરા કે દીકરી ની પાછળ બેસી પ્રસંગ કે હોસ્પિટલ જતા હોય છે, તે આ હેલ્મેટને સહન કરી શકશે…? શું પડદા પ્રથા વાળા પરિવારની વહુઆરુઓ  ઘૂંઘટ ઉપર હેલ્મેટ પહેરીને બહાર નીકળશે…? જેવા કેટલાય પ્રશ્નો પ્રજાને અકળાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.